Comments

કર્ણાટક: બીજેપીના ઘરને આગ લાગી

હાલમાં આવી રહેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે આ દાવ ઘણો અઘરો છે અને ભાજપ માટે તો એથી પણ વધારે અઘરો છે. કોંગ્રેસ ભલે કટ્ટર હરીફ ભાજપને પછાડવામાં સક્ષમ હોય અથવા સત્તા જાળવી રાખવામાં સફળ રહે, પણ આ પરિણામ ફક્ત 2024ની લોકસભા ચૂંટણી માટેની દિશા નક્કી નહીં કરશે પરંતુ તેની સીધી અસર કોંગ્રેસની ભૂમિકા અને વિપક્ષની એકતા પર પડશે. નરેન્દ્ર મોદીના શાસન દરમ્યાન બીજેપીમાં બળવો થયો ન હતો, પરંતુ ઉમેદવારોની યાદીની જાહેરાત પછી પાર્ટીમાં જે ગરબડ થઈ રહી છે તેણે આ ધૂમ મચાવી દીધી છે.

પાર્ટીને સંભાળવાના મુદ્દા પર કે પોતાના સૌથી લોકપ્રિય અને વિવાદાસ્પદ નેતા, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શ્રી બીએસ યેદિયુરપ્પાની ભવિષ્યની ભૂમિકા નક્કી કરવાના મુદ્દા પર કર્ણાટકમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘણી તડજોડ કર્યા બાદ તેમના પુત્ર માટે બેઠક મેળવી હતી, જેમાં પોતાની શિસ્ત અને બાંધછોડ ન કરવા માટે જાણીતા આપણા ગૃહ પ્રધાન, મિસ્ટર અમિત શાહ બેંગલુરુમાં યેદિયુરપ્પાના નિવાસસ્થાન પર તેમની સાથે સવારમાં નાસ્તો કરતા જોવા મળ્યા ત્યારે આ યુદ્ધવિરામ થયો તેવું માની શકીએ.

જ્યારે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી અને ઘણા વરિષ્ઠ નેતાઓએ તેમને અથવા તેમના વોર્ડને ટિકિટ ન મળતાં પક્ષ છોડી દીધો હોવાથી સમસ્યાઓ વધુ વણસી સામાન્ય રીતે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોમાં પણ ચૂંટણી પહેલાંનાં આવાં દૃશ્યો જોવા મળવાં સામાન્ય છે, પણ પોતાની સત્તા જાળવી રાખવાની ભાજપની સંભાવનાઓને આ જૂથબંધી અને બળવાએ ભાજપની સત્તાને જોખમમાં મૂકી છે. સાથે જ ચૂંટણી કેમ્પેઇનની આગેવાની કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઝીણવટભર્યા હાઇ- પ્રોફાઇલ આયોજન પર પણ પ્રતિકૂળ અસર કરી છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતવી ભાજપ માટે શા માટે મહત્ત્વપૂર્ણ છે અને જો તે હારશે તો તેનું પરિણામ શું હશે? હકીકતમાં રાજ્યમાં સત્તા જાળવી રાખવાનું મહત્ત્વ એ છે કે તે કર્ણાટક બીજેપી માટે દેશનાં દક્ષિણ રાજ્યોનું પ્રવેશદ્વાર છે અને પક્ષ હજી પણ દક્ષિણનાં અન્ય રાજ્યો- આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને તમિલનાડુમાં તેનું સ્થાન શોધવા માટે સંઘર્ષ કરી રહી છે. આ રાજ્યમાં સત્તામાં રહેવાથી ભાજપને કર્ણાટકમાં તેની લોકસભા બેઠકોની સંખ્યાને જાળવી રાખવા અને તેની આસપાસનાં પડોશી રાજ્યોમાં તેમ જ રાજનીતિનાં નવાં ફળદ્રુપ મેદાનોની શોધમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ભારતમાં સંખ્યાબંધ રાજ્યોમાં આ જીત દાવપેચ માટે વધુ બળ આપશે.

કર્ણાટકનું મહત્ત્વ એ હકીકત પરથી જાણી શકાય છે કે દક્ષિણ ભારતની 130 બેઠકોમાંથી ભાજપની આગેવાની હેઠળની એનડીએ માત્ર 30 બેઠકો જીતી શકી હતી જેમાંથી 28માંથી 25 બેઠકો ભાજપે એકલા રાજ્યમાં મેળવી હતી. તે આંધ્ર પ્રદેશ (25 બેઠકો), કેરળ (20 બેઠકો), તમિલનાડુ (39 બેઠકો) અને તેલંગાણા (17 બેઠકો) માં ખાલી પડી હતી. તેથી જ આ રાજ્યોમાં પાર્ટી દ્વારા કર્ણાટકનો ઉપયોગ લોંચિંગ પેડ તરીકે કરીને રાજકીય પગપેસારો કરવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

અને હવે જો પાર્ટી મજબૂત મોદી-ફેક્ટર હોવા છતાં આ લોંચિંગ પેડ ગુમાવે તો? તે ઘટનામાં ચોક્કસપણે બીજેપીની નજર વધુ અંધકારમય સંભાવના તરફ જશે. કારણ કે દક્ષિણ ભારતમાં 130 લોકસભા બેઠકો છે જે દિલ્હીની આગામી સરકાર નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. ભાજપના દૃષ્ટિકોણથી, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં ત્રણ કોંગ્રેસી નેતાઓ, જેમાંથી બે મૂળ કોંગ્રેસી હતા, પાર્ટીમાં જોડાવા માટે ઓછામાં ઓછા રાજકીય પરિણામની પસંદગી કરવામાં આવી હતી. જો કે આમાંના કોઈ પણ નેતા ચૂંટણી રાજ્યના ન હતા, તેમ છતાં તેઓનું ભાજપમાં જોડાવું પોતાના માટે સમગ્ર દક્ષિણની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને છબી બનાવવાની પાર્ટી વ્યૂહરચનાનો એક ભાગ હોઈ શકે છે.

કોંગ્રેસના પીઢ નેતા અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટોનીના પુત્ર હોવાને કારણે આ ત્રણેયમાંથી સૌથી નોંધપાત્ર અનિલ એન્ટોની (કેરળ) છે. આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કિરણ રેડ્ડી, જેમને સંજોગો દ્વારા મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડવામાં આવ્યા હતા. જો કે રાજ્યમાં તેમને કોઈ આધાર મળ્યો ન હતો, જેમને ભાજપ દ્વારા ભૂતકાળમાંથી બહાર કાઢવામાં આવ્યા. ત્રીજો દાવ સી. આર. કેશવન (તમિલનાડુ)નો, તેઓ સ્વતંત્રતા લડતના કોંગ્રેસી દિગ્ગજ સી રાજગોપાલાચારીના પૌત્ર છે.

દેખીતી રીતે આ પગલાનો ઉદ્દેશ્ય દક્ષિણ પ્રદેશમાં મનોવૈજ્ઞાનિક રીતે બીજેપી માટે વધુ સક્ષમ વાતાવરણ દેખાડવાનો હતો, જેમાં મીડિયાનો એક વર્ગ રાજકીય તાકાતના આધારે પગપેસારો કરી રહ્યો હતો. કર્ણાટકમાં ભાજપની તરફેણમાં મતદાન પરિણામોને પ્રભાવિત કરવા માટે આ ત્રણમાંથી કોઈ પણ પાત્રને પોતાનાં રાજ્યોના રાજકારણમાં પણ મહત્ત્વ નથી.

વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન લક્ષ્મા સાવદીના નેતૃત્વમાં ભાજપમાં બળવો થઈ રહ્યો છે, જેમને ફરીથી ચૂંટણી માટે ટિકિટ નથી મળી. અન્ય એક પીઢ અને સ્વઘોષિત મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર એવા સાંપ્રદાયિક ટિપ્પણી માટે જાણીતા અનુભવી ઈશ્વરપ્પાએ મુશ્કેલી વધારી. ચૂંટણીની પહેલાં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. કે. એસ. ઈશ્વરપ્પા તેમના પુત્રને તેમના સ્થાને મેદાનમાં ઉતારશે તેવું અનુમાન છે. તેમણે આ જાહેરાત કરીને પક્ષની સમસ્યાઓમાં વધારો કરવાનો આડો રસ્તો અપનાવ્યો.

પહેલાં પક્ષના ઉમેદવારોની યાદી જાહેર કરવાનું શ્રેય કોંગ્રેસને જાય છે. પાર્ટીએ માત્ર તેના ઉમેદવારોની જાહેરાત કરવામાં જ કાળજી નથી લીધી પરંતુ અત્યાર સુધી આ ગણતરીમાં બહુ ગરબડ થઈ નથી. કોંગ્રેસને મોટો ફાયદો એ છે કે રાજ્યના નેતા મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના અધ્યક્ષ છે. પીઢ દલિત નેતાનું કદ અત્યાર સુધી ચૂંટણી પહેલાં પક્ષને સરળ રીતે ચલાવવામાં મદદરૂપ સાબિત થયું છે.

મુખ્ય પ્રધાનપદ માટેના બે આશાવાદી નેતાઓ ડી. કે. શિવકુમાર (રાજ્ય કોંગ્રેસના વડા) અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સી. સિદ્ધારમૈયા એકબીજા સાથે ખભેખભા મિલાવી કામ કરતાં જોવા મળી રહ્યા છે, છતાં પ્રસંગોપાત્ત બંનેના સંબંધો પર ગણગણાટ થતો રહે, પણ કોંગ્રેસ માટે મોટો પડકાર છે, ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવગૌડાની આગેવાની હેઠળનું જનતા દળ (O). અને આમ આદમી પાર્ટી (AAP). JD(s) જેવી નવી પાર્ટીઓ જેણે ભૂતકાળમાં ઘણાં રાજ્યોમાં કોંગ્રેસની બાજી બગાડી છે, AAPએ દિલ્હી, પંજાબ અને કર્ણાટક જેવાં રાજ્યોમાં કોંગ્રેસના વોટર્સનું સમર્થન મેળવ્યું છે. આ બધા કરનામાને તેને ‘વોટ કટુઆ’ નું બિરુદ અપાવ્યું છે.   સામાન્ય રીતે, પોતાના કુશળ આયોજનને કારણે, સારી રીતે કેળવાયેલી સિસ્ટમમાં એક મજબૂત નેતાના નેતૃત્વનું ચિત્રણ કરે છે, છેલ્લાં નવ વર્ષમાં ભાજપ દરેક ચૂંટણીમાં બાજી મારી રહ્યું છે. જો કે કર્ણાટકમાં આ ગતિ ખોવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. શું પક્ષનું મજબૂત નેતૃત્વ આ અવરોધોને દૂર કરવામાં સક્ષમ હશે? એ તો આવનારા સમય અને તક પર બધું નિર્ભર રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top