કર્ણાટક : કર્ણાટકના નવા સીએમ સિદ્ધારમૈયાએ (CM Siddaramaiah) શનિવારે પહેલી કેબિનેટ મિટિંગ (Cabinet meeting) બોલાવી હતી. આ કેબિનેટ મિટિંગમાં નવા 24 ધારાસભ્યોને (MLA) સ્થાન આપવામાં આવ્યુ હતું. બેંગલુરુમાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે 24 ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. જો કે અગાઉથી જ 10 ધારાસભ્યોની પંસદગી કરવામાં આવી હતી. હાલ 34 મંત્રીઓની પંસદગી કરવામાં આવી હતી. આમાં એક મહિલા ધારાસભ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સાથે શનિવારે પોર્ટફોલિયોની પણ ફાળવણી કરવામાં આવી હતી.
કર્ણાટકમાં વિભાગોની ફાળવણી
કર્ણાટકમાં કેબિનેટનાં વિસ્તરણ પછી શનિવારે વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સીએમ સિદ્ધારમૈયાને નાંણા વિભાગ, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને સિંચાઈ વિભાગ અને બેંગલુરુ શહેર વિકાસ વિભાગ આપવામાં આવ્યું છે. સીએમ સિદ્ધારમૈયાએ નાંણા વિભાગની સાથે કેબિનેટ અફેર્સ, ઇન્ટેલિજન્સ, પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ વિભાગ પણ મળ્યું છે. એસચ કે પાટીલને કાયદો અને સંસદની બાબતી વિભાગ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેને ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ વિભાગ આપવામાં આવ્યું છે. જ્યારે કેએ મુનિઅપ્પાને ખાદ્ય અને નાગરિક પુરવઠા અને કન્ઝ્યુમર પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યું છે.
મૈસુર અને કલ્યાણ કર્ણાટકમાં સૌથી વધારે કેબિનેટની રચના કરવામાં આવી
શુક્રવારે સીએમ સિદ્ધારમૈયા અને ડિકે શિવકુમાર નવી દિલ્હીમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને મંત્રીઓના વિભાગો પર ચર્ચા કરી હતી. મળતી માહિતી અનુસાર જૂના મૈસુર અને કલ્યાણ કર્ણાટકમાં સૌથી વધારે કેબિનેટની રચના કરવામાં આવી છે. જેમાં જૂના મૈસૂર અને કલ્યાણ કર્ણાટક પ્રદેશમાંથી સાત-સાત, કિત્તુર કર્ણાટકમાંથી પાંચ અને મધ્ય કર્ણાટકમાંથી બે મંત્રીઓ બનાવવામાં આવ્યા છે.
કેબિનેટમાં હાલ 34 મંત્રીઓનો સમાવેશ
કર્ણાટક કેબિનેટમાં હાલ 34 મંત્રીઓનો સમાવેશ છે. જેમાંથી જી.પરમેશ્વર, કે.એચ.મુનિયપ્પા, કે.જે.જ્યોર્જ, એમ.બી.પાટીલ, સતીશ જરકીહોલી, પ્રિયંકા ખડગે, રામાલીમાગા રેડ્ડી અને બી.ઝેડ.ઝમીર અહેમદ ખાનન સહીતના 10 લોકોએ 20 મેના રોજ શપથ લીધા હતા.