National

બિહારની એક સરકારી શાળાના મિડ-ડે મીલમાંથી નીકળ્યો સાપ,100 બાળકો બીમાર

બિહાર: બિહારના (Bihar) અરરિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક સરકારી શાળાના મધ્યાહન ભોજનમાં (Mid-day meal) એક સાપ (Snake) નીકળી આવ્યો હતો. જાણકારી મળી આવી છે કે આ ભોજન કરવાના કારણે શાળાના 100 જેટલા બાળકો બીમાર પડ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

અરરિયાના ફોર્બ્સગંજ બ્લોક વિસ્તારની અમુના મિડલ સ્કૂલમાં એક NGO દ્વારા આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં એક સાપ જોવા મળ્યો હતો. આ ખોરાક ખાધા પછી ડઝનબંધ શાળાના વિદ્યાર્થીઓ બીમાર પડ્યા. શાળાના બાળકોને ફોર્બ્સગંજ સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તબીબોની ટીમે બાળકોની સારવાર કરી હતી અને હાલ બાળકોની સ્થિત સારી હોવાનું જાણવા મળ્યું છે. ધટના અંગેની જાણ થતાં જ જિલ્લાના તમામ અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા અને બાળકોની ખબર પૂછી હતી.

આ ઘટના પર અરરિયાના SDM સુરેન્દ્ર કુમારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે તમામ બાળકો સુરક્ષિત અને સ્વસ્થ છે. ખોરાકમાં સાપ મળવાને કારણે થોડો હંગામો થયો હતો પરંતુ કોઈ પણ પ્રકારની સમસ્યા કે ગંભીર ધટના નથી ધટી. તપાસ માટે એક ટીમ બનાવવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top