નવી દિલ્હી: કર્ણાટકમાં (Karnatak) ચૂંટણીના (Election) પરિણામો શનિવારે જાહેર કરવામાં આવ્યાં હતા જેમાં 224 વિધાનસભાની સીટો પર 135 સીટો કોંગ્રેસે (Congress) પોતાના નામે કરી હતી. જ્યારે બીજેપીને (BJP) 66 સીટો મળી હતી. જેડીએસને 19 સીટો મળી હતી. ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી એક એક એવી પણ સીટ હતી કે જ્યાં મતગણતરી વખતે બબાલ થઈ હતી.
કર્ણાટકના જયનગરની સીટ માટે SSMRV કોલેજમાં મતગણતરી કરવામાં આવી હતી. આ સીટ માટે બીજેપીએ સીકે રામમૂર્તિને મેદાનમાં ઉતાર્યા હતા. જયારે કોંગ્રેસ તરફથી તેઓને ટક્કર સૌમ્યા રૈડીએ આપી હતી. શનિવારે મતગણતરીના સમયે જ અહીં હાલત ગંભીર બની ગઈ હતી. મતગણતરી પછી સૌમ્યા રૈડીને 16 વોટોથી વિજેતા જાહેર કરવામાં આવી હતી. જો કે પરિણામ જાહેર થતાં બીજેપી તરફથી ચૂંટણીમાં ઉભા રહેલા રામમૂર્તિએ રિકાઉન્ટિંગ માટે માગ કરી હતી. આ માગની સૌમ્યા રૈડી અને તેઓના પિતા રામલિંગા રૈડીએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર પણ ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ ધરણાં પ્રદર્શન શરૂ કર્યું હતું.
આ હંગામા વચ્ચે જયનગરના મતગણતરી વાળા સેન્ટર પર ફરીથી મતગણતરી કરવામાં આવી હતી. જેમાં 16 વોટો સાથે બીજેપીનાં સીકે રામમૂર્તિએ પોતાની જીત પાક્કી કરી હતી. ફરીથી મતગણતરી કરતા તેમજ બીજેપીની જીત થતાં કોંગ્રેસે તેઓ પર સાંઠાગાઠ થઈ હોવાનો આરોપ મૂક્યો હતો. સૌમ્યાના પિતા રામલિંગા રૈડીએ કહ્યું કે સરકારે સીકે રામમૂર્તિને ફાયદો કરાવ્યો છે. ફરીથી મતગણતરી કરતાં ભાજપનાં સીકે રામમૂર્તિને 57797 વોટ જ્યારે કોંગ્રેસની સૌમ્યા રૈડીને 57781 વોટ મળ્યાં હતા.
કોંગ્રેસ દેશભરમાં કર્ણાટકની જીતનો જશ્ન મનાવી રહી છે. તમામ કોંગ્રેસીઓ આ જીતનો શ્રેય રાહુલ ગાંધીને આપી રહ્યા છે. કોંગ્રેસ છેલ્લા એક દાયકાથી રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહી છે. 2014થી અત્યાર સુધી 50થી વધુ ચૂંટણીઓમાં કોંગ્રેસનો પરાજય થયો છે. પરંતુ છેલ્લા 6 મહિનામાં કોંગ્રેસની આ બીજી મોટી જીત છે. કોંગ્રેસ એવું પણ કહી રહી છે કે કર્ણાટકમાં રાહુલ ગાંધીની ભારત જોડ યાત્રા 20 વિધાનસભા ક્ષેત્રોમાંથી પસાર થઈ હતી, જેમાંથી ભાજપને માત્ર 2 વિધાનસભા સીટ પર જીત મળી છે, જ્યારે કોંગ્રેસે 15 વિધાનસભા સીટ પર જીત મેળવી છે.