કર્ણાટક : શનિવારે કર્ણાટકના(Karnataka) હુમનાબાદમાં(Humanabad) રોડ શો અને જાહેરજન સભાને સંબોધિત કર્યા પછી PM મોદી(Modi) કોલાર(Collar) પહોચ્યા હતા. કોલારમાં સભાને સંબોધિત કરતી વખતે PM મોદીએ કોંગ્રેસ(Congress) અને જેડીએસ(JDS) પર પ્રહાર કર્યા હતો. PMએ કહ્યું કે- કોંગ્રેસ અને જેડીએસની ઊંઘ ઉડી ગઈ છે. કોંગ્રેસ અને જેડીએસ વિકાસ માટે સૌથી મોટો અવરોધ છે. આપણે સાથે મળીને કર્ણાટકની જનતાને કોંગ્રેસ અને જેડીએસ જેવી ભ્રષ્ટ સરકારથી(Corrupt government) બચાવવાની છે. PMએ આગળ કહ્યુ કે, તે જુના એન્જિન છે તેને કારણે વિકાસ અટકી રહ્યો છે. તેને દુર કરવા કર્ણાટકમાં ડબલ એન્જિનવાળી(Double engine) ભાજપ સરકારને લાવવી જરૂરી છે. ભાજપ સરકાર આવતા કર્ણાટકાને દેશનું નંબર વન રાજ્ય બનાવવા માટે ડબલ એન્જિનની સરકાર કામ કરશે.
PMએ કહ્યું કે- કોંગ્રેસ પાસે ખોટા વચન આપવા વાળાનો સમૂહ છે. જે જનતાને આપેલા કોઈપણ વચન ક્યારેય પૂરું કરતા નથી. તેઓએ જનતા સાથે છેતરપિંડી કરી રહ્યા છે. કોંગ્રેસ સરકારે ક્યારેય ખેડૂતોની સહાય કરી નથી પરંતુ ભાજપ સરકાર ખેડૂતો માટે તમામ સુવિધા કરી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા PM કિસાન સન્માન નિધિના મોકલવામાં આવેલા નાણાંમાં અહીંની ભાજપ સરકારે વધુ રૂપિયા ઉમેરીને સહાય કરી છે. જેના કારણે કર્ણાટકના લાખો ખેડૂત પરિવારોના બેંક ખાતામાં કરોડો રૂપિયા પહોંચ્ચા છે. ભાજપે અનેક વિકાસના કામો કરીને તમામ વચનો પુરા કર્યા છે.
PMએ કહ્યુ કે, આધુનિક કનેક્ટિવિટી માટે ભાજપની ડબલ એન્જિની સરકાર કામ કરી રહી છે. બેંગ્લોર-ચેન્નઈ એક્સપ્રેસવે ખેડૂતો અને ઉદ્યોગ માટે નવી તકો ઊભી કરશે, તેના પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. ભાજપ સરકાર કર્ણાટકને દેશનું નંબર વન રાજ્ય બનાવવા માટે કામ કરી રહી છે. કોંગ્રેસ અને જેડીસનું ગઠબંધન કર્ણાટકના વિકાસમાં અવરોધ રૂપી છે. આ અવરોધને દુર કરવા માટે ભાજપની ડબલ એન્જિનની સરકાર બનાવવી જરૂરી છે. 2014 પહેલા કોંગ્રેસ સરકારના ભ્રષ્ટાચારના કારણે દુનિયાઓ ભારત પાસેથી રહેલી આશાઓ છોડી દીધી હતી. ભાજપ સરકાર આવતા દુનિયામાં ભારતની એક અનોખી છાપ ઉભી થઈ છે. કર્ણાટકની ચૂંટણી માત્ર 5 વર્ષ માટે સરકાર બનાવવા માટે નથી, આ ચૂંટણી કર્ણાટકને દેશનુ નંબર વન રાજ્ય બનાવવા માટે છે.