કરીના કપૂર અત્યારે કોઇ નવી ફિલ્મમાં કામ નથી કરતી. હા, કરણ જોહર સાથે એક જાહેરાતમાં આવે છે ને તેમાં તે એટલી ફ્રેશ દેખાય છે કે ફરી તેને ફિલ્મ મળશે. હમણાં તે મળનારી ફિલ્મ વિશે નહીં બલ્કે ‘લાલ સિંઘ ચઢ્ઢા’ વિશે વાત કરવા ઉત્સાહી છે. આ ફિલ્મ દરમ્યાન જ તે પ્રેગનન્ટ થઇ હતી, મા પણ બની. પણ આમીર સાથે ફરી કામ કરવાનો તેને ખૂબ જ આનંદ છે. આ પહેલાં ‘થ્રી ઇડિયટ્સ’ ને ‘તલાશ’માં તે આમીર સાથે કામ કરી ચુકી છે અને આમ જુઓ તો લાગલગાટ ત્રણ ફિલ્મમાં તે આમીરની હીરોઇન બની છે.
આમીર સાથે કામ કરવું તેને એટલે ગમે છે કે જેમાં કામ કરે તે દરેક ફિલ્મની પટકથા એકદમ બ્રિલીયન્ટ હોય છે અને તેથી જે પણ કામ કરે તે નીખરી આવે છે. ‘લાલ સીંઘ ચઢ્ઢા’નો દિગ્દર્શક અદ્યૈત ચંદન છે જે આમીર સાથે ‘સિક્રેટ સુપરસ્ટાર’માં હતો. ‘લાલ સીંઘ ચઢ્ઢા’નું શૂટિંગ હજુગયા મહિને જ પૂરું થયું છે અને ફિલ્મના નિર્માતા આમીર ખાન સાથે કિરણ પણ છે જેની ાથે આ ફિલ્મ દરમ્યાન જ આમીરે ડાયવોર્સ લીધો છે.
મતલબ કે કરીના જયારે પ્રેગનન્ટ હતી ને આવનારો દિકરો હજુગર્ભમાન પાંચ મહિનાનો હતો ત્યારે શૂટિંગ શરૂ થયેલું ને હવે દિકરો જેહ જન્મ્યો પછી શૂટિંગ પૂરું કર્યું છે તો કિરણ પણ ફિલ્મ શરૂ થઇ ત્યારે આમીરની પત્ની હતી અને હવે નથી.‘લાલ સીંઘ ચઢ્ઢા’ આવતા વર્ષે વેલેન્ટાઇન ડેના રોજ રિલીઝ થવાની છે. આ દરમ્યાન તે કદાચ આસુતોષ ગોવારીકર, દેવ બેનેગલ, મહેશ મથાઇ સાથેની ફિલ્મ શરૂ કરે પણ ખરી. અત્યારે તે આ ફિલ્મોની તૈયારી વચ્ચે ‘લાલસીંઘ ચઢ્ઢા’ની રાહ જોશે. બે દિકરાને સાચવવાના છે ને પતિ સૈફ અલી ખાન પણ વ્યસ્ત રહેવાથી કરીના નવી ફિલ્મ તરત સ્વીકારતી નથી પણ તે હજુ કામ કરવા માંગે છે એટલે બોડી પણ સાચવે છે.