હાલોલ: હાલોલ નગરના રણછોડ નગર સોસાયટી અને ગુરૂકૃપા સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી એક ખૂંખાર જંગલી કપિરાજે આંતક મચાવી માનવ વિસ્તારમાં લોકો પર હુમલા કરી હાહાકાર મચાવ્યો છે જેમાં આ વિસ્તારના રહીશો પર હુમલો કરી ભયનો માહોલ કપિરાજે ઉભો કરતા રહીશોમાં ભારે ફફડાટ સાથે ભયની લાગણી પેદા થવા પામી છે જેમાં કપિરાજે ૧ યુવતી અને ૧ યુવાનને પોતાનો શિકાર બનાવી હુમલો કરી ભંયકર રીતે બચકા ભર્યા છે જેમાં નગરના સતી તલાવડી ખાતે રહેતી અને રણછોડ નગરના એક મકાનમાં ઘરકામ કરતી ૨૩ વર્ષીય સંગીતાબેન નાગેશભાઈ બારીયા પર આ ખૂંખાર કપિરાજે હુમલો કરી પગની એડીમાં જોરદાર બચકું ભરી લઈ પગની એડીનો માસનો લોચો લઈને ભાગી જતા પગમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સંગીતાબેનને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યાં પગની એડીમાં ૧૫ જેટલા ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
જ્યારે મૂળ બોટાદ ખાતે રહેતા અને હાલોલ જીઆઈડીસીમાં એક કંપની નોકરી કરી રણછોડ નગર ખાતે ભાડાના મકાનમાં રહેતા ૩૦ વર્ષીય હાર્દિક કાંતિભાઈ મકવાણા ઉપર પણ કપિરાજે અચાનક હુમલો કરી હાર્દિકભાઈ પણ પગમાં જોરદાર બચકું ભરી ભાગી જતા હાર્દિન પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા પામ્યો છે જેમાં કપિરાજે આ વિસ્તારમાં આંતક મચાવતાં આ વિસ્તારના રહીશોમાં ભારે ભય ફેલાયો છે અને તાત્કાલિક આ કપીરાજને વનવિભાગની ટીમ પાંજરે પુરે તેવી આ વિસ્તારના રહીશોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.
જ્યારે થોડા સમય પહેલા પણ આજ કે પછી અન્ય કોઈ કપિરાજે રણછોડ નગર, સતી તલાવડી વિસ્તાર,અને ગુરુકૃપા સોસાયટી સહિતના આસપાસ વિસ્તારોમાં આતંક મચાવી કેટલાક લોકોને બચકાં ભરતા રહીશોની રજૂઆતના પગલે વન વિભાગની ટીમે આ વિસ્તારમાં પાંજરૂ મુકી ખૂંખાર કપિરાજને પૂર્યો હતો અને જંગલ વિસ્તારમાં છોડી મુક્યો હોવાની જાણકારી મળવા પામી હતી જોકે આ ફરી આ વિસ્તારમાં ખૂંખાર કપિરાજ થોડા સમય બાદ પરત ફરતાં રહીશોનું માનવું છે કે વન વિભાગની ટીમ દ્વારા ભૂલથી અન્ય કોઈ કપિરાજને પકડીને લઈ જવામાં આવ્યો છે જેમાં માણસો પર હુમલો કરી તેઓને નિશાન બનાવી બચકા ભરતા કપિરાજને જગલ ખાતા દ્વારા તાત્કાલિક પકડી લઇને જગલ વિસ્તારમં છોડે તેવી લોકોની માંગ છે.