નવી દિલ્હી : હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કિડનેપર્સ કપિલદેવના મોઢે કપડું અને હાથે દોરી બાંધી જબરદસ્તી ક્યાંક લઇ જતા નજરે પડી રહ્યા છે. વિડીયો ગૌતમ ગંભીરએ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર પોસ્ટ કર્યો હતો. જેથી કપિલદેવના ફેન આશ્ચર્યચકીત થયા છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી કપિલદેવનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર આગની જેમ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં કપિલદેવ ખુબ મુશ્કેલીમાં નજરે પડી રહ્યા છે. વીડિયોમાં થોડાલોકો કપિલદેવને જબરદસ્તી ક્યાંક લઇ જતા નજરે પડ્યા છે. વિડીયો બાદ કપિલદેવના ફેન્સ તેમની સલામતી ઉપર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર કપિલદેવનો આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ગૌતમ ગંભીરે શેર કર્યો વિડીયો:
અસલમાં આ વિડીયો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બોલર ગૌતમ ગંભીરએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે,’ શું કોઈ બીજાને પણ આ કલીપ મળી છે? આશા રાખું છુ કે આ કલીપ અસલી નહિ હોય અને ગૌતમપાજી એકદમ ઠીક હશે.’
Anyone else received this clip, too? Hope it’s not actually @therealkapildev
— Gautam Gambhir (@GautamGambhir) September 25, 2023and that Kapil Paaji is fine! pic.twitter.com/KsIV33Dbmp
વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે?
વીડિયોમાં જોઈ શકાય છે કે, કપિલદેવના હાથ દોરીથી પાછળ બાંધેલા છે અને બે લોકો તેમને ખેંચીને લઇ જઇ રહ્યા છે. તેમના મોઢે કપડું બાંધેલું છે. એમ વર્તાય રહ્યું છે કે કપિલદેવને આ લોકો કિડનેપ કરીને લઇ જઈ રહ્યા છે. કપિલદેવને લઇ જનાર આ બે લોકો કપિલદેવ સાથે જોરજબરદસ્તી કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયોને લાખો લોકોએ જોઈ લીધો છે. X ( પહેલાનું ટ્વીટર) ઉપર કુલ 50 લાખ લોકોએ આ વિડીયો જોઈ લીધો છે.
સચ્ચાઈ શું છે?
હમણાં વાયરલ થયેલા આ વીડિયોને લઇ લોકો પોત પોતાના અંદાજા લગાવી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર કેટલાક લોકોનું કહેવું છે કે, કપિલપાજીને કિડનેપ કરવામાં આવ્યા છે. ત્યારે કેટલાક લોકો તેમની સુરક્ષાને લઈને ચિંતા જતાવી રહ્યા છે. જોકે કપિલદેવ સાથે કામ કરનારી ટીમનું કહેવું છે કે, આ વિડીયો કપિલદેવની એક અડવર્ટાઇઝમેન્ટ દરમિયાન શૂટ કરવામાં આવ્યો હતો. કપિલપજી એકદમ સાહિસલામત છે.
