નવી દિલ્હી (New Delhi): પોતાની જાતને ક્ષત્રિયાણી અને દેશભક્ત કહેવડાવતી કંગના (Kangana Ranaut) હવે વિવાદો સામે રહીને નોંતરતી હોય એવુ લાગે છે, સતત દરેક બાબતે ટ્વિટર પર પોતાનો અભિપ્રાય આપતી કંગના ટ્વિટર વૉર (Twitter War) છેડવામાં માહિર છે. ડોનાલ્ડ ટ્રમ્પ પછી આજે ટ્વિટરે અભિનેત્રી કંગના રનૌતનું ટ્વિટર અકાઉન્ટ બંધ કરી દીધું છે. સમાચારોમાં રોજ અડધી જગ્યા અને ધ્યાન ખેંચી લેતી કંગનાએ આજે ફરી આ ઘટના પછી એક વિવાદિત ટ્વિટ કર્યુ હતુ.

કંગનાએ બુધવારે કરેલા ટ્વિટમાં એક ખુલ્લી ધમકી આપી છે તેણે કહ્યુ છે કે, ‘તુમ્હારા જીના દુશ્વાર કરકે રહુંગી’. કોઇ કારણસર આજે અસ્થાયીરૂપે કંગનાનું ટ્વિટર અકાઉન્ટ બંધ થયુ હતુ જે પછી કંગનાએ ટ્વિટરના હેડને ટેગ કરીને કંઇ આવું લખ્યુ હતુ, ‘લિબરસ (Librus- બળવાખોરો)- બળવાખોરો જેક ચાચા (ટ્વિટર હેડ Jack Dorsey) સામે જઇને રડ્યા એટલે થોડા સમય માટે મારા ટ્વિટર અકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાયો હતો. મારૂં ટ્વિટર અકાઉન્ટ કે જે મારૂં વર્ચ્યુલ (Virtual) અસ્તિત્વ છે એ ક્યારેય પણ દેશ માટે શહીદ થઇ શકે છે. પણ મારું રિ-લોડેડ દેશભક્ત વર્ઝન મારી ફિલ્મો દ્વારા ઊભરતું રહેશે. તુમ્હારા જીના દુશ્વાર કરકે રહુંગી.‘.
કંગના તેની આગામી ફિલ્મ ધાકડના શૂટિંગમાં વયસ્ત છે, છતાં તેને ટ્વિટર પર એક્ટિવ રહેવાનો સમય મળી જ જાય છે. તેણે હાલમાં વિવાદિત વેબ સિરિઝ તાંડવને લઇને પપણ પોતાના વિચારો ટ્વિટર પર રજૂકર્ય હતા. જે ટીકાતમ્ક ભાસી રહ્યા હતા. જણાવી દઇએ કે એપ્રિલ મહિનામાં કંગાનાની બહેન રંગોલી ચંદેલનું ટ્વિટર અકાઉન્ટ બેન કરી દીધું હતુ કારણ તેને જમાતીઓને લઇને ખાસ્સી વિવાદિત પોસ્ટ કરી હતી. જે ટ્વિટરની પોલિસી વિરુદ્ધ જણાતા ટ્વિટરે આ પગલું લેવાની ફરજ પડી હતી.


બીજી બાજુ આજે સવારથી જ ટ્વિટર પર #SuspendKanganaRnaut ટ્રેન્ડ થવા લાગ્ય હતુ. જણાવી દઇએ કે કંગનાએ કરેલા વિવાદિત ટ્વિટના લીધે જ મુંબઇમાં BMC એ તેની ઑફિસ પર બુલડોઝર ફેરવી દીધું હતુ. ટ્વિટર એ માહિતી આદાન પ્રદાન કરવાનું એક ઝડપી માધ્યમ છે. જો કોઇ સતત તેના પરથી બીજાઓની ટીકા કરતું, વિવાદિત લખાણ કે અંગત મંતવ્યો રજૂ કરતું હોય તો ક્યારેક ક્યારેક તે હાનિકારક નીવડે છે. પણ ધાકડમાં દિવ્યા દત્તાનું (Divya Dutta) જે પોસ્ટર આવ્યુ છે તે ખાસ્સુ રસપ્રદ લાગે છે.
