કિશન ભરવાડની હત્યા પ્રકરણમાં કંગનાએ ઝંપલાવ્યું: ફેસબુક પર પોસ્ટ કરી કહ્યું ‘કિશન શહીદ…..

ધંધુકા: ધંધુકામાં (Dhadhanuka) કિશન ભરવાડ (Kishan Bharwad) હત્યા કેસને (murder case) લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે બોલિવુડમાં (Bollywood) પણ તેની અસર જોવા મળી રહી છે. હંમેશા વિવાદીત નિવેદનના કારણે ચર્ચામાં રહેતી બોલિવુડ સ્ટાર કંગના રનૌતે (Kangana Ranaut) પણ આ હત્યા કેસ અંગે ફેસબુક (Face book) પર પોસ્ટ (Post) કરી હતી. તેણે કહ્યું હતું કે કિશન ભરવાડ શહીદથી સહેજ પણ ઓછો નથી.આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનતા અટકાવી રહ્યા છે.

ફેસબુક પર કંગનાએ શું પોસ્ટ કર્યું
કિશન ભરવાડ હત્યા કેસમાં કંગનાએ ફેસબુક પર પોસ્ટ કરતા લખ્યું કે ‘ફેસબુક પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા મસ્જિદ તથા મૌલવીએ આયોજનબદ્ધ રીતે કરી છે, કારણ કે તેઓ વિચારતા હતા કે ભગવાનને આ પોસ્ટ નહીં ગમે અને તેમણે ભગવાનના નામે તેને મારી નાખ્યો. સાથે જ તેણે લખ્યું કે આપણે કોઈ મધ્ય યુગમાં જીવતા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કિશન માંડ 27 વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી છે. તેને પોસ્ટ ડિલિટ કરવાનું તથા માફી માગવાનું કહેવામાં આવ્યું હતું અને તેણે તેમ કર્યું હોવા છતાંય ચાર માણસોએ તેની ઘાતકી હત્યા કરી નાખી. તે શહીદથી સહેજ પણ ઓછો નથી. તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યુ પામ્યો છે, આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનતા અટકાવી રહ્યા છે. તેની વિધવાને પેન્શન મળવું જ જોઈએ. ઓમ શાંતિ.’

ધંધુકામાં માલધારી સમાજનો યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. બે અજાણ્યાં શખસોએ આવીને કિશન ભરવાડ નામના યુવાન પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. હત્યાના પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી. જો કે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવાયો હતો.

કિશન ભરવાડ હત્યા કેસના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા
ધંધુકામાં (Dhandhuka) કિશન ભરવાડ (Kishan Bharwad) હત્યા કેસમાં (Murder case) પાકિસ્તાન (Pakistan) કનેક્શન સામે આવ્યું છે. આ માત્ર એક હત્યા જ નહીં પણ રાજ્યમાં કટ્ટરતા ફેલાવવાનું ખૂબ મોટું ષડયંત્ર ચાલતું હોવાનું સામે આવતા હવે ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચ (crime branch) પણ તપાસમાં જોડાઈ ગઈ છે. તપાસમાં તહેરીક એ નમુને રિસાસત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. આ સંગઠન પહેલાં તહેરિક એ ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હતું અને તેના કનેક્શન પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીકે લબ્બેક સાથે છે. તો બીજી તરફ આ કેસના તાર હવે રાજકોટ પહોંચ્યા છે. રાજકોટની વ્યક્તિએ મૌલાના ઐયુબને હથિયાર આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે જ ધંધુકાની મસ્જિદમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

હત્યા કેસમાં વધુ એક મૌલવીની સંડોવણી
આ હત્યાનો આક્રોશના પગલે હિન્દુ સંગઠન બંધનું એલાન કર્યું છે. એક તરફ ધંધુકામાં અજપા ફરી શાંતિ પ્રસરી અને હિન્દૂ સંગઠનનો ઉગ્ર આંદોલન વચ્ચે તપાસ કરી રહેલી પોલીસ CCTV ફૂટેજની તપાસમાં પલ્સર બાઇક પર મૃતક કિશનની રેકી કરતા બન્ને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ મૌલાની પણ ધરપકડ કરવામાં આવી છે. અનેે જાણવા મળ્યું છે કે તે કટ્ટરવાદી ભાષણ આપી લોકોને ભડકાવતો હતો. આ હત્યા કેસમાં મુંબઈના મૌલવી કમરનું નામ પણ ખુલ્યું છે. કમર સહિત અન્ય લોકોની પણ આ કેસમાં સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે મૌલાને શોધના માટે અલગ અલગ ટીમ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તેમજ આ દિશામાં તપાસ કરી છે કે મૌલાના ઐયુબને હથિયાર ક્યાંથી મળ્યા અને તેણે હથિયારનો વ્યવહાર કઈ રીતે કર્યો. સાથે એ પણ તાપસ કરવામાં આવી રહી છે કે હથિયાર મસ્જિદમાં ક્યાંથી અને કેવી આવ્યાં. હાલમાં જ ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસમાં રાજકોટ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી.

Most Popular

To Top