Charchapatra

કથીરમાંથી કંચન કે કથ્થક…!?

ભૂતકાળની અટારીમાં ખોવાઇ ગયેલ એક અચ્છા ભાવવાહી કથ્થક-શૈલીના નૃત્યકલાકારની આ વાત છે. ગરીબી તેમજ સગાંવહાલાં (સગાં અને તે પણ વહાલાં?!)ના અસહકારને લીધે મુંબઇનો એક નૃત્યકાર જાણે પડદાપાછળ જ ખોવાઇ ગયો! મુંબઇના મસ્જિદ બંદર-દાણાબજાર પાસે નીલાભુવનની ચાલમાંર હેનારો એ અત્યંત વિનમ્ર કલાકાર તે જ ઘનશ્યામ ચાંપાનેરીઆ. નામ પ્રમાણે એ શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવતો. રાધા તરીકે એની સાથી કલાકાર હતી. કાશ્મીરની લીલાવતી-મુંબઇમાં સ્ટેજ શોમાં આ બંને કલાકારો ‘રાધા કૃષ્ણ નૃત્ય’માં રમઝટ બોલાવતા. 1935-1940ના સમયગાળામાં એનો સૂરજ તપતો હતો.

ફિલ્મી દુનિયાના ખૂબ જ વિખ્યાત શ્રી લચ્છુ મહારાજ તથા સુંદરલાલ પસેથી એ કથ્થક શીખેલા. નૃત્યકાર ઘનશ્યામે ખૂબ જાણીતી અભિનેત્રી નરગીસ તથા નલિની જયવંતને તાલીમ આપી હતી. ખૂબ જાણીતા યુલેસ્ટેડ વીકલીમાં એમનો નૃત્ય કરતો ફોટો ફ્રન્ટ પેજ પર આવેલો. એમને ગ્લાસ વર્ક તથા એક્રેલીક બેક પેઇન્ટીંગ ખૂબ સરસ આવડતાં એ કલા એમણે એમના નાટયકાર સુપુત્ર મધુ ચાંપારેનીઆને શીખવાડી હતી. જેમનું આજે મુંબઇમાં પહેલી હરોળના આર્ટીસ્ટોમાં નામ છે. નૃત્યકાર ઘનશ્યામને રશિયાનું આમંત્રણ પણ આવેલું, પરંતુ વિધિની વક્રતા જુઓ. અત્યંત પ્રતિભાશાળી આ કથ્થક નૃત્યકારનું નસીબ બે ડગલા પાછળ હોવાથી એમના અરમાનો પેલી ‘ચાલી’માં જ રોળાઇ ગયાં!
સુરત    – રમેશ એમ. મોદી ગુજરાતી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top