કામરેજ: (Kamrej) માંકણા ગામે ટેક્સટાઈલ્સમાં (Textile) માલ ભરવા જતાં ટેમ્પોના ચાલક (Tempo Driver) અને માલિકને અહીં કોને પૂછીને માલ ભરવા માટે આવ્યા છો તેમ કહીને અન્ય ટેમ્પોના માલિક અને ભાઈએ લાકડાના સપાટા માર્યા હતા. લાકડાનો સપાટો મારી દેતાં લોકોનું ટોળું ભેગું થઈ જતાં બંને ઈસમ નાસી છૂટ્યા હતા. સોનુને સારવાર માટે ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા હતા.
- ‘અહીં કોને પૂછીને માલ ભરવા માટે આવ્યા છો?’ કહી માંકણામાં બે જણા પર હુમલો
- માંકણામાં ટેક્સટાઇલના ખાતામાં માલ ભરવા આવેલા ટેમ્પોમાલિક અને ડ્રાઈવરને લાકડાના સપાટાથી માર મરાયો
મૂળ રાજસ્થાનના શિકર જિલ્લાના નિમકાથના ગામના વતની અને હાલ પલસાણાના કડોદરા શ્રીનિવાસ ગ્રીન સિટીમાં મકાન નં.183માં વિક્રમ બલવીરભાઈ સ્વામી (ઉં.વ.28) રહે છે. પોતાની માલિકીના મહિન્દ્ર જીતો ટેમ્પો નં.(જીજે 19 એક્સ 7649) અને ટાટા એસ ટેમ્પો નં.(જીજે 18 એઝેડ 9251) અલગ અલગ ખાતામાં માલ લાવવા માટે ભાડા પર ચલાવે છે. ત્રણ દિવસ અગાઉ કામરેજના માંકણા ગામે આવેલા શિવસીટી-1 પ્લોટ નં.4,5માં આવેલી રાધેશ્યામ ટેક્સટાઈલ્સના ખાતા માલિક પંકજ કારસરીયાએ બપોરના 12 કલાકે ટાટા એસ ટેમ્પો નં.(જીજે 18 એઝેડ 9251) ભાડા પર બોલાવતા ડ્રાઈવર સોનુ લાલબહાદુર પ્રસાદ બે મજૂર લઈ ખાતા પર ગયો હતો.
ત્યાં આગળ એક અજાણ્યો ઈસમ આવીને આ ટેમ્પો કોનો છે અને ટેમ્પોના ડ્રાઈવર કોણ છે? કોને પૂછીને અહીં માલ ભરવા મૂક્યો છે તેવી બૂમો પાડવા લાગ્યો હતો. ટેમ્પો માલિક વિક્રમ અજાણ્યા ઈસમ પાસે જઈને પોતાનો ટેમ્પો છે તેમ જણાવતાં ઈસમે ફોન કરીને બીજા ઈસમને બોલાવતાં બીજો અજાણ્યો ઈસમ આવીને ટેમ્પોનો ડ્રાઈવર કોણ છે? તેમ કહી ગાળા ગાળી કરી ડ્રાઈવરને મારવા લાગતાં ટેમ્પોનો માલિક વિક્રમ વચ્ચે પડતાં તેને પણ મારવા લાગ્યા હતા. લાકડાનો સપાટો ટેમ્પોના ડ્રાઈવર સોનુને મારી દેતાં લોકોનું ટોળું ભેગું થઈ જતાં બંને ઈસમ નાસી છૂટ્યા હતા. સોનુને સારવાર માટે ખોલવડની દીનબંધુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ખાતાના માલિક પંકજભાઈ આવતા વિક્રમને જણાવ્યું કે, માર મારનાર ઝીણા ભરવાડ અને તેનો ભાઈ બંને (રહે.,45, શિવદર્શન સોસાયટી, માંકણા) હોવાનું જણાવતાં બંને સામે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.
‘તારી હોંશિયારી વધી ગઈ છે, તને મારી જ નાંખવાના છે’ કહી યુવાન પર હુમલો
વ્યારા: સોનગઢ તાલુકાનાં ખાંજર ગામે બંધારી ફળિયામાં પોતાના ઘરે આરામ કરતા રામભાઇ રામદાસભાઇ ગામીત (ઉં.વ.૩૮) ઉપર ત્રણ શખ્સે હુમલો કર્યો હતો. તા.૧/૧૨/૨૦૨૨ના રોજ સાંજે ૫:૩૦ વાગ્યાના અરસામાં સંજયભાઇ વિનોદભાઇ ગામીત, કરણભાઇ વિનોદભાઇ ગામીત, વિનોદભાઇ મકનજીભાઇ ગામીત (તમામ રહે.,ખાંજર, બંધારી ફળિયું, તા.સોનગઢ) રામભાઇ ગામીતના ઘરે આવી તારી હોંશિયારી વધી ગઇ છે. તને મારી જ નાંખવાના છે કહી ગમેતેમ ગાળાગાળી કરી ઢીકમુક્કીનો માર માર્યો હતો. સંજયભાઇ વિનોદભાઇ ગામીતે તેના કપાળના ભાગે માથામાં મુક્કો મારી ઇજા પહોંચાડી હતી. હુમલામાં ભોગ બનનાર રામભાઇ ગામીતની ફરિયાદના આધારે પોલીસે આ ત્રણેય હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.