કામરેજમાં મહિલા શિક્ષિકાના ઘરે મેઇન્ટેનન્સ લેવા ગયેલા ઈસમે છેડતી કરી એકને ચપ્પુ ઘુસાડી દીધું

કામરેજ: (Kamrej) કામરેજ ગામ પાસે આવેલી સોસાયટીમાં રહેતી મહિલા શિક્ષિકાના ઘરે મેઇન્ટેનન્સ (Maintenance) લેવાના બહાને ઘરે જઈને છેડતી કરી હતી. શિક્ષિકાના પતિ (Husband) અને તેના મિત્રએ તે બાબતે કહેવા જતાં મિત્રને પેટમાં ચપ્પુ મારી (Stabbing) લોહીલુહાણ કરી દીધા હતા. આ કામરેજ પોલીસ મથકમાં (Police Station) ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

મૂળ વડોદરાના વતની અને હાલ સુરતના કામરેજના કામરેજની હદમાં આવેલી સોસાયટીમાં મીનાબેન (નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. તેઓ ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. સોસાયટીમાં રહેતા ફૂલસીંગ વસાવા રાત્રિના ઘરની સાફસફાઈ કરતાં મીનાબેન ઘરમાં બિલ્ડિંગનું મેઇન્ટેનન્સ લેવા માટે આવ્યો છું તેમ કહીને સીધા ઘરમાં જતા રહ્યાં હતાં. બાદ મીનાબેનના ખભા પર હાથ મૂકતાં મીનાબેને બૂમાબૂમ કરતાં ફૂલસીંગ વસાવા નાસી છૂટ્યો હતો.

આ બાબતે મીનાબેને ફોન કરીને પતિને જાણ કરતાં મિત્ર સાથે ઘરે આવીને ફૂલસીંગ વસાવાની બિલ્ડિંગમાં પૂછપરછ કરવા જતાં સીડી પાસે જ મળી જતાં મીનાબેનના પતિએ મારા રૂમ ઉપર કેમ આવેલા? અને મારી પત્ની સાથે કેમ બળજબરી કરવા લાગેલા તેમ કહેતાં જ ફૂલસીંગ વસાવાએ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરી ફૂલસીંગભાઈ સાથે આવેલા રામસીંગભાઈ માર મારવા લાગ્યા હતા. મીનાબેનના પતિના મિત્રને પણ છોડાવવા જતાં ફૂલસીંગ વસાવાએ પતિના મિત્રને ધારદાર હથિયારથી પેટના ભાગે મારી દેતાં લોહીલુહાણ કરી ફૂલસીંગ તેમજ રામસીંગ બંને નાસી છૂટ્યા હતા. જે અંગે મીનાબેને કામરેજ પોલીસ મથકમાં બંને ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચના સિદ્ધનાથનગર નીલકંઠ મહાદેવની વાડીમાં કરી તોડફોડ
ભરૂચ: ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર આવેલ સિદ્ધનાથનગર નજીક નીલકંઠ મહાદેવની વાડીમાં અસામાજિક તત્ત્વોએ તોડફોડ કરતાં ટ્રસ્ટીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ હતી. ભરૂચના નીલકંઠ મહાદેવ મંદિર વિસ્તાર અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલા સિદ્ધનાથનગર નજીક ફરસરામી દરજી પંચ સંચાલિત નીલકંઠ મહાદેવની વાડી આવેલી છે. વાડીમાં અસામાજિક તત્ત્વોએ પથ્થરો મારી નવનિર્મિત હોલની બારીના કાચ અને સીસીટીવી તોડી નાંખ્યાં હતાં. આ બનાવ સંદર્ભે ટ્રસ્ટીઓએ ભરૂચ એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ પૂર્વે પણ આ નવનિર્મિત હોલના સ્થાને રહેલા ટ્રસ્ટની જૂની ઓફિસને પણ સળગાવી મૂકવાનો પ્રયાસ કરાયો હતો. એ સમયે પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પણ કોઈ અસામાજિક તત્ત્વોને ઝડપી તેની સામે કાર્યવાહી કરવામાં સફળતા મળી ન હતી. પરંતુ આ વખતે સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસ સાચી દિશામાં કામગીરી કરશે તો આવાં અસામાજિક તત્ત્વોને ઝડપી લઈ કડક કાર્યવાહી કરશે તો અહીં વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવી શકાશે.

Most Popular

To Top