કામરેજ: (Kamrej) વેલંજામાં સાસુ, સસરા, જેઠ અને નણંદે કામ બાબતે તેમજ પિયરમાંથી ફ્રીજ, ટીવી કે સોના-ચાંદીની કોઈ વસ્તુ લાવી નથી તેમ કહી ત્રાસ આપતાં પરિણીતાએ મહિલા પોલીસમથકમાં ફરિયાદ (complaint) નોંધાવી હતી. પત્ની સંસ્કાર વગરની છે, માતા-પિતાએ તેને કોઈ સંસ્કાર આપ્યાં નથી, હવે તે મને જોઈતી નથી.. કહી પતિ પહેરેલા કપડે પુત્રી (Daughter) દુર્વા સાથે પત્નીને (Wife) તેના માતા-પિતાના ઘરે મૂકી આવ્યો હતો.
કામરેજની સાંઈનગર સોસાયટીમાં રહેતી અંકિતા પંકજ પરમારનાં લગ્ન તા.27-1-19ના રોજ વેલંજા ખાતે રહેતા દિવ્યેશ કાંતિ પરમાર સાથે થયાં હતાં. સાસરીમાં સસરા કાંતિ નરોત્તમ સોલંકી, સાસુ ભાનુ, જેઠ મનોજ, અમિતા કાંતિ સોલંકી-નણંદ સાથે રહેતી હતી. લગ્નજીવન દરમિયાન અઢી વર્ષની પુત્રી દુર્વા છે. પરિણીતાના જન્મદિને પતિ-પત્ની ફરવા માટે બહાર ગયાં હતાં. બાદ ઘરે આવતાં નણંદ કહેવા લાગી કે, તમે કેમ એકલાં બહાર ફરવા માટે ગયાં. અમારા ઘરમાં બધા સાથે જ ફરવા માટે જઈએ છીએ. એમ કહી બોલાચાલી કરી ઝઘડો કરવા લાગી હતી. બાદ સાસુ તેમજ નણંદ અવારનવાર ઘરકામ બાબતે ટોકતા હતાં. સાસુએ તારા આવ્યા પછી પણ મારી મોટી વહુ ઘરનું બધુ કામ કરે છે, તારા આવ્યા પછી પણ કામ કરવામાં કોઈ ઉતાવળ કરતી ન હોવાથી બધું કામ જેઠાણીએ કરવું પડે છે.
તારાં માતા-પિતાએ ફ્રીજ, ટીવી કે સોના ચાંદીની કોઈ વસ્તુ આપી નથી. ગર્ભ રહેતાં સાસરીમાં કામ થતું ન હોવાથી નણંદ કહેવા લાગી કે તારાથી કામ ન થાય તો તને અહીં કોઈ તૈયાર આપવાનું નથી. તને નવાઈનો ગર્ભ છે. બાદ પુત્રી દુર્વાને લઈ દુકાને ચોકલેટ લેવા જતાં જેઠ જોઈ જતાં શું વાત છે? તું તો હવે આદિવાસી ફળિયામાં બેસવા માટે જાય છે. તેમ કહેતાં પતિને ફરિયાદ કરતાં પતિએ ગાળો આપી મોબાઈલ ફોન લઈને દુર્વાને પોતાની પાસે લઈ પરિણીતાને ધક્કો મારી રૂમમાંથી બહાર કાઢી નીચે આવી ઘરની બહાર ચાલવા લાગતાં પતિ પાછળ પાછળ આવી ગાળો આપી જોરથી રોડ પર ધક્કો મારી દીધો હતો.
બાદ વાળ પકડી ડાબા કાન ઉપર ત્રણ તમાચા મારી દેતાં બેભાન થઈ જતાં લોકો ભેગા થઈ ગયા હતા. પત્ની સંસ્કાર વગરની છે, માતા-પિતાએ તેને કોઈ સંસ્કાર આપ્યાં નથી, હવે તે મને જોઈતી નથી. હવે કોર્ટમાં લડી લઈશ. તારા જેવી તો પચાસ લાવીને મૂકી દઈશ. મારી દીકરીને તારી પાસેથી કરોડો રૂપિયા ખર્ચ કરીને લઈ લેશું તેમ કહી ફળિયાના લોકો પરિણીતાને સાસરીમાં મૂકી આવ્યા હતા. બાદ પરિણીતાના પતિ પહેરેલા કપડે પુત્રી દુર્વા સાથે માતા-પિતાના ઘરે મૂકી આવ્યો હતો.