કામરેજ: (Kamraj) ગુરુવારે ગૌરક્ષકોને (Guards) બાતમી મળી હતી કે, પશુઓ ભરેલી પિકઅપ (Pickup Van) ઝંખવાવથી વલથાણ નહેરથી (Valthan Canal) સુરત (Surat) કતલખાને (slaughterhouse) જઈ રહી છે. જે બાતમીના આધારે ગૌરક્ષકો વલથાણ પાસે વોચમાં હતા. દરમિયાન બાતમીવાળી બોલેરો પિકઅપ આવતાં ઊભી રાખવા માટે ઈશારો કરતાં પિકઅપ ઊભી ન રાખતાં ગૌરક્ષકો પિકઅપનો પીછો કરતાં સરથાણાથી પિકઅપના ચાલકે યુ-ટર્ન મારી રોંગ સાઈડમાં જતાં કોસમાડા ગામની સીમમાં સરથાણાથી વલથાણ નહેર જતાં રોડ પર પિકઅપનું ટાયર ફાટી જતાં ઊભી રાખી દેતાં પીછો કરતાં ગૌરક્ષકોની કારને બ્રેક ન લાગતાં પિકઅપની પાછળ અથડાઈ ગઈ હતી.
પિકઅપમાં તપાસ કરતાં 12 પશુ ભરેલાં હતાં
પશુઓ ભરેલી પિકઅપમાંથી ડ્રાઈવર ઝાહગીર રહીમ મુલ્તાની તેમજ બીજા બે ઈસમ મુશરાન સફીક મુલ્તાની અબરાજ ઉર્ફે અબરામ અબ્દુલ મુલ્તાનીને અકસ્માત થતાં ઈજા થઈ હતી. ડ્રાઈવર સહિત ત્રણેય ઈસમને પકડી પોલીસે જાણ કરી પોલીસ સાથે પિકઅપમાં તપાસ કરતાં 12 પશુ ભરેલાં હતાં. પોલીસે ગુનો ત્રણેય ઈસમ સામે ગુનો નોંધી પશુઓને પાંજરાપોળ ખાતે મૂકી દેવામાં આવ્યા હતા.