સુરત: કામરેજના (Kamraj) કઠોદરા (Kathodra) ગામમાંથી પસાર થતી ખાડીમાં નાની પાડી અચાનક જ ડૂબી (Deope) ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગ્રેડની (Fire brigade) ટીમ ત્યાં પહોંચી હતી. પરંતુ પાડી ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. ફાયરબ્રિગ્રેડના જવાનોએ લાશને બહાર કાઢી સોલિડ વેસ્ટ વિભાગની (Solid Waste Division) ટીમને સોંપી હતી. રવિવારે બપોરે કઠોદરા ગામમાંથી પસાર થતી ખાડીમાં ભેંસનું એક બચ્ચું (Baby Buffalo) ડૂબી ગયું હતું. જેથી પાડીને બચાવવા તાત્કાલિક ઈઆરસી ફાયર સ્ટેશનથી ફાયરબ્રિગ્રેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરને ઘટના અંગે મોડેથી જાણ થતા પાડીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવને પગલે આખરે ફાયરબ્રિગ્રેડ દ્વારા સોલિડ વેસ્ટની ટીમને જાણ કરવામાં આવતા તેઓ ત્યાં આવી ગયા હતા અને પાડીની લાશને બહાર કાઢી તેમને સોંપી દેવામાં આવી હતી.
ઇચ્છાપોરના આધેડનું ગાયોના ધણમાં ફસાઇ જતા થયેલી ઇજાઓને પગલે મોત
સુરત : ઇચ્છાપોર કવાસ ખાતે રહેતા યુવક એલ એન્ડ ટી કંપનીમાં નોકરી પૂર્ણ કરી પરત ઘરે જઇ રહ્યો હતો ત્યારે રિલાયન્સ કંપનીના ગેટ નજીક ગાયોના ધણમાં ફસાઇ જવાને કારણે ગંભીર ઇજા પહોંચી હતી. દરમિયાન પખવાડીયાની સારવાર બાદ યુવક આજે મોતને ભેટ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર ઈચ્છાપોર કવાસ ગ્રામ પંચાયત પાસે મંદિર ફળિયામાં રહેતો વિરેન્દ્ર રામમુરત યાદવ એલ એન્ડ ટી કંપનીમાં કામ કરતો હતો. વિરેન્દ્ર ગત 3 સપ્ટેમ્બરે સાંજના સમયે નોકરી પૂર્ણ કરી સાયકલ ઉપર ઘરે જતો હતો ત્યારે રિલાયન્સ કંપનીના ગેટ પાસે ગાયોના ટોળામાં ફસાયો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં તેની એફ-4 વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. વિરેન્દ્રભાઈનું પંદર દિવસની લાંબી સારવાર બાદ મોત નીપજ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હોવાનું વધુમાં જાણવા મળ્યું છે.
હજીરા પોલીસ મથક નજીક ગાય સાથે ભટકાતા યુવક ઇજાગ્રસ્ત
ઈચ્છાપુરમાં વાસ્તુપુજન એપાર્ટમેન્ટમાં રહેતો પુનિત દયાશંકર પાઠક (ઉ.વ.38) કામ અર્થે બાઈક લઇને શનિવારે રાત્રિના સમયે હજીરા પોલીસ મથક પાછળના રસ્તેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ગાય રસ્તે આવી જતા બાઇક ગાય સાથે ભટકાઇ હતી. અકસ્માતમાં તેને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.