વડોદરા : સોમવારથી પાંચ દિવસ માટે કુવારીકાઓ દ્વારા કરવામાં આવતું ગૌરી વ્રત શરૂ થયું હોવાથી શિવ મંદિરોમાં શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી શિવાલયો ગૂંજી ઉઠયા છે. શહેરના શિવાલયોમાં સવારે છ વાગ્યાથી ગૌરી વ્રતની પૂજા કરવા માટે કુંવારીકાઓની ભીડ જોવા મળી હતી . ભગવાન શિવની આરાધના કરવાથી તેમના મનોરથ પુરા થાય છે .
ભારતીય સંસ્કૃતિમાં નાની નાની બાળાઓ થઈ માંડીને યુવતીઓ દ્વારા કરવામાં ગૌરીવ્રતનો ખૂબ મહિમા વર્ણવાયો છે.
આ તહેવાર શુક્લ પક્ષની અગિયારસથી શરૂ થાય છે અને પાંચ દિવસ કે પૂર્ણિમા પછી સમાપ્ત થાય છે. ભગવાન શ્રી શંકરને પ્રાપ્ત કરવા માટે પાર્વતી માતાએ જે વ્રતો કર્યા તે આજે પણ બાલિકાઓ અને સ્ત્રીઓ કરે છે . ખાસ કરીને ગૌરીવ્રત કરવાથી સંસ્કારી પતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થતી હોઇ બાલિકાઓ પાંચ દિવસનું ગૌરી વ્રત કરે છે. પાંચ દિવસ સુધી ઘરમાં વાંસની ટોપલીમાં જવારા વાવે છે અને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે અને પાંચ દિવસના અંતે તેનું વિસર્જન નદીકે તળાવમાં કરવામાં આવે છે.