કાલોલ: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે મુલાકાત લેતાં જોવા મળ્યું અહીં પાયાની પ્રાથમિક સુવિધાઓ જે છે લોકોને મળતી નથી.કાલોલ તાલુકામાં આવતાં વિવિધ દૂર દૂર આવેલાં ગામડાઓમાંથી લોકો ઘર,જમીન કે અન્ય કોઈપણ કામગીરી માટે પુરુષ,મહિલાઓ અને આવક-જાતિના દાખલઓ માટે વિધાર્થીઓ પણ આવતાં હોય છે.
અને બીજી બાજુ ઉનાળાની કારજાર ગરમીની પણ શરૂઆત થઈ જાય છે ત્યારે જીવનના અમૃત સમાન પાણીની સુવિધાઓનો તાલુકા પંચાયત કચેરી ખાતે અભાવ જોવા મળ્યો.તાલુકા પંચાયત સ્ટાફ માટે પાણીના જગ લાવી ઓફિસ માં મુકવામાં આવે છે તો જનતા શુ? પાણીની જે રૂમ છે એ છેલ્લા કેટલાય સમયથી બંધ જોવા મળી છે અને દૂર દૂર ગામડાઓમાંથી આવતાં લોકોને સ્વ ખર્ચે પાણીની બોટલ લઈને પાણી પીવું પડે છે.
બાથરૂમમાં પણ તાળું મારેલું જોવા મળે છે.એકબાજુ કોરોનાનો કહેર ને કારણે ધંધા રોજગાર પણ પેહલા જેવા ચાલતા નથી અને આવા કાગળિયા ના કામોમાં વચેટિયાઓ દ્વારા જાણે કે એમનો ધંધો જ હોય એ રીતે ભોળા લોકો જોડે કમિશન લેવામાં આવે છે.
આકસ્મિક બનાવને લઈને જો કોઈ આગ લાગે તો તેને માટે સેફટી માટે ફાયર ફાઈટરના બોટલ પણ લાગેલ નથી તો શું જવાબદાર અધિકારી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહયા છે કે શું?તો દૂર દૂર ગામડાઓમાંથી આવતી લોકોની માંગ છે કે અમને પાણીની જે સુવિધાઓ છે અમને કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે પુરી પાડવામાં આવે.