નવસારી : કાલિયાવાડીના(Kaliawadi) આદર્શ નગર (Adarshnagar)પાસે કાર રિવર્સ લેતા કાર ખાડીમાં ખાબકતા (car in bay) ચાલકનું (Driver)મોત (Death)નિપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, મુળ ગણદેવી તાલુકાના ગડત ગામે હળપતિવાસમાં અને હાલ નવસારી કડીયાવાડમાં પ્રકાશભાઈ મનુભાઈ હળપતિ (ઉ.વ. 50) રહેતા હતા. પ્રકાશભાઈ ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. આજે સાંજે પ્રકાશભાઈ કારમાં તેમના માલિકને મૂકી ઇનોવા કાર લઈ જઈ રહ્યા હતા. ત્યારે પ્રકાશભાઈ કાલિયાવાડી પાસે આદર્શ નગરથી શાંતિવન જતા રોડ પર કાર લઈ જઈ રહ્યા હતા. પરંતુ ત્યાં આવેલી ખાડી પાસે પહોંચતા પ્રકાશભાઈ કાર રિવર્સ લઈ રહ્યા હતા. પરંતુ કાર ખાડીમાં પડી ગઈ હતી. તેમજ હાલમાં વરસાદ વધુ હોવાથી ખાડીમાં પાણીનું વહેણ વધુ હોવાથી કાર દૂર સુધી તણાઈ ગઈ હતી.
કાર ચાલક મૃત હાલતમાં મળી આવ્યો હતો
આ ઘટનાને પગલે નવસારી ફાયર વિભાગની ટીમ અને નવસારી ગ્રામ્ય પોલીસ સહિત જિલ્લા તંત્ર ઘટના સ્થળે પહોંચી ખાડીમાં ખાબકેલી કાર અને ચાલકે બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ ચાલક મૃત હાલતમાં મળી આવતા તેમને પી.એમ. અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે ફાયરની ટીમે કારને બહાર કાઢવાની કામગીરી કરી કાર બહાર કાઢી હતી. આ બનાવ અંગે નવસારી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
કાર ચાલક શા માટે ત્યાં ગયો હતો તે તપાસનો વિષય
નવસારી : કાર ચાલક પ્રકાશભાઈ નવસારીના કડીયાવાડમાં રહેતા હતા. અને ડ્રાઇવરની નોકરી કરતા હોવાથી તેમને નવસારીના રસ્તાઓની માહિતી હોય છે. જ્યારે પ્રકાશભાઈ માલિકને મૂકી ઘરે જવા નીકળ્યા હતા. તો કાલિયાવાડીના આદર્શનગરમાં પ્રકાશભાઈ શા માટે ગયા હતા. અને ખાડી પાસેથી શા માટે રિવર્સ લઈ રહ્યા હતા તે તપાસનો વિષય બન્યો છે.
વાપીમાં નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ટક્કર મારતા રાહદારીનું મોત
વાપીમાં નેશનલ હાઈવે નં.૪૮ના સર્વિસ રોડ ઉપર પગે ચાલીને જતા આધેડ વયના શખ્સને કોઈ વાહને ટક્કર મારતા તનું ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાવને પગલે સર્વિસ રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ બનાવની વિગત એવી છે કે, વાપી જીઆઇડીસીના ગુંજન ખાતે આવેલ જ્ઞાનધામ સ્કૂલની પાછળ રહેતા ૫૦ વર્ષના કામેશ્વર કાશીનાથ બાધ વાપી ટાઉનમાં કોઈ કામકાજ અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન નેશનલ હાઇવે નંબર 48 ના છરવાડા ક્રોસિંગ સર્વિસ રોડ ઉપર કોઈક અજાણ્યા વાહને તેને લેતા કામેશ્વરને માથામાં તથા શરીરે ગંભીર ઈજા થતાં રાહદારીઓ દ્વારા તાત્કાલિક 108 ને જાણ કરી હતી.
ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવ બાદ વાપી ટાઉન પોલીસ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ વાપી ટાઉન પોલીસ કરી રહી છે.