Vadodara

ડાકોરના કાળીયા ઠાકોરે મનમોહક હિરાજડીત મુગટ પહેરી દર્શન આપ્યાં

ડાકોર: ડાકોરમાં કારકિર્દી પૂનમ અને દેવદિવાળી નિમિત્તે મંગળા આરતીમાં હૈયેથી હૈયું દબાય તેવી ભારે ભીડ જોવા મળી હતી.દિવસભર એક લાખ કરતા વધુ ભક્તોએ દર્શન કર્યા હતાં. ભગવાન રણછોડજીએ મંગળા આરતીના શ્વેતજરીના વસ્ત્ર હીરા માણેક જડિત મોતીમાળાઓ બાજુબંધ પગમાં લોકો શંખચક્ર પદ્મ ગદા સૌથી વિશેષ સવા લાખનો મોર મુગટ ધારણ કર્યો હતો. જે શણગાર સાથે દર્શન કરી કરી વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી. યાત્રાધામ ડાકોરમાં સવારથી જ માનવ મેરામણ રણછોડરાયના દ્વારે આવી પહોંચ્યું હતું.

જોકે, કમોસમી વરસાદ પણ ભક્તોને રોકી શક્યો નહતો. ડાકોર ગામમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. ડાકોરની ગલીઓ સાંકડી બની ગઈ છે, જ્યાં જ્યાં નજર નાખો ડાકોરમાં કોણ છે? રાજા રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આમ, દિવસ દરમિયાન અવરિત પ્રવાહ રણછોડરાય મંદિર તરફ ભક્તોનો રહ્યો હતો. ઘણા મોટા શંકુ ધજાઓ લઈને મંદિરે ચડાવવામાં આવી આશરે ત્રણ લાખ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કારતક પૂર્ણિમા પર બોડાણાની અતૂટ ભક્તિને વશ થઈને દ્વારકા છોડી ડાકોર આવવાને શ્રી રણછોડરાયને 868 વર્ષ પૂરાં થયા છે. આ મહાપર્વ પર શ્રીઠાકોરજીને ભારે શણગાર થઈ હિરા જડીત સવા લાખનો મોટો મુગટ પહેરાવવામાં આવ્યો હતો.

Most Popular

To Top