SURAT

પોલીસે બે ટેમ્પોમાંથી 15 લાખોથી પણ વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો

સુરત : કડોદરા (Kadodara) પોલીસે (Police) મળેલી બાતમી આધારે ચલથાણ રાજહંસ ટ્રાન્સપોર્ટ નગરમાં (Rajhans Transport Nagar) પાર્ક કરેલ બે ટેમ્પામાંથી (Tempo) 15.88 લાખના વિદેશી દારૂના (Foreign Liquor) જથ્થા સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી. જ્યારે સાત વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી 26.50 લાખનો મુદ્દામાલ પલસાણા જપ્ત કર્યો હતો.

સુરતના કડોદરા જીઆઇડીસી પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે સમયે કડોદરા પોલીસ મથકના પી.આઇ આર.એસ પટેલ તથા પો.કો સમીર ગુલામ રસુલનાઓને બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના ચલથાણ ગામની સીમમાં રાજહંસ ટ્રાન્સપોર્ટ નગર ગોડાઉન નંબર 7ની સામે આવેલ ખુલ્લી જગ્યામાંબે ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો આવેલ છે. જે સુરતના લીંબાયતના બુટલગરે દમણથી મંગાવેલ છે અને તેની કાર્ટીંગ કરવાની પેરવીમાં છે. જેના આધારે ટેમ્પો નંબર GJ-21 Y 6252માં દમણથી દારૂ ભરી આવેલ અને તેને અન્ય ટેમ્પા નંબર અન્ય ટેમ્પો GJ-01 DY 2310 મારફતે કાર્ટીંગ કરવાની તૈયારી ચાલતી હતી.

કડોદરા પોલીસને લાખો રૂપિયાનો માલ મળ્યો હતો
તે સમયે કડોદરા પોલીસે સ્થળ પર રેઇડ કરતા વિદેશી દારૂની બોટલ નંગ 9768 જેની કિંમત 1588800 રૂપીયા તથા આઇસર ટેમ્પો કીમત 10 લાખ, થ્રી વીલ ટેમ્પો કીમત 50 હજાર, રોકડા રૂપીયા મોબાઇલ ફોન નંગ 3 કીમત 20 હજાર મળી કુલ કિંમત રૂપીયા 2659660 રૂપીયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ સાથે પોલીસે કેતન ઉર્ફે કૃણાલ અશોકભાઇ કામળી પટેલ (ઉ.વ 30 રહે વરકુંડી નાની દમણ), વિજય ગુલાબ કોળી (ઉ.વ 28 ૨હે સંતોષીનગર લીંબાયત સુરત મુળ રહે. મહારાષ્ટ્ર) તેમજ ઉમેશ સંભાજી પાટીલ (ઉ.વ 30 ૨હે મંગલપાર્ક સોસાયટી મહાપ્રભુનગર લીંબાયત સુરત મુળ રહે મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી લીધી હતી.

અન્ય સાત આરોપીની ધરપકડ કરી
આ સાથે જ આ ગુનામાં સંડોવાયેલા અજય ઉત્તમભાઇ વાંસફોડા (રહે વેડછા કુંભારીયા) સમાધાન ઉર્ફે સંભો ભાગવત પાટીલ (રહે લીંબાયત સુરત), કમલાકર ઉર્ફે કમલેશ ઉર્ફે પ્રકાશ ગુજ્જર (રહે લીંબાયત), જયેશ ભાનુસાળી (રહે વરકુંડ નાની દમણ), સંદીપ ઉર્ફે બંટી નરોત્તમભાઇ કામળી પટેલ (રહે નાની દમણ), અનીલ (રહે દમણ) તથા આઇસર ટેમ્પોના ચાલક મળી કુલ સાત ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top