મોડાસા: ભારત દેશને કિસાનોનો દેશ ગણવામાં આવે છે કેમ કે ભારત દેશની અંદર ઘણા લોકો એવા છે કે આજે પણ ખેતી કરીને પોતાનું જીવનનું ગુજરાન ચલાવતા હોય છે . ત્યારે કેટલાય ખેડૂતો એવા પણ છે કે જે પોતાની અનોખી ટેક્નિક અને બુદ્ધિ નો ઉપયોગ કરી અને આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને મબલખ ઉત્પાદન મેળવે છે.
આ પ્રકારની આગવી અને પ્રયોગશીલ ખેતી એટલે મશરૂમ ની ખેતી.મશરૂમ ધીરે ધીરે ગુજરાતીઓની થાળીમાં જોવા મળી રહ્યું છે . ગુજરાતમાં પણ મશરૂમની ડિમાન્ડ વધતા હવે ખેડૂતોએ મશરૂમની ખેતી શરૂ કરી છે .
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઉકરડી ગામના ખેડૂતે મશરૂમ ઉઘાડી વેચાણ શરૂ કરતા ખર્ચ કરતા ત્રણ ગણી આવક મેળવી રહ્યા છે .ત્યારે રાજ્યભરના ખેડૂતો પ્રગતીશીલ ખેતી કરનારા લવજીભાઈ પ્રિયદર્શીની મુલાકાત લઇ પ્રયોગશીલ ખેતી અંગે જાણકારી લઇ રહ્યા છે .
ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારમાં ખેડૂતો અલગ અલગ પ્રકાર ની ખેતી કરતા હોય છે અને ગણા ખેડૂતો ને એમાં ફાયદો પણ થાય છે . તેમજ ગણા ખેડૂતો ને નુકશાન વેઠવાનો વારો આવે છે.આ પ્રકારના ભયસ્થાનો વચ્ચે ઘણા ખેડૂતો અલગ પ્રકારની ખેતી કરવા તરફ વળતા હોય તેવા ઉદાહરણ જોવા મળે છે. આ જ પ્રકારના ઉદાહરણીય ખેડૂત એટલે મેઘરજ તાલુકાના ઉકરડી ગામના લવજીભાઈ પ્રિયદર્શી.