SURAT

વરસાદના પહેલાં જ રાઉન્ડમાં સુરતમાં રોડ બેસવા લાગ્યા, અડાજણમાં ડમ્પરનું ટાયર રસ્તામાં ઘૂસી ગયું

સુરત: સુરતમાં ધીમા ચોમાસું શરૂ થતાંની સાથે જ સુરત મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. આજે સવારે પડેલાં હળવા વરસાદમાં જ સુરતના રસ્તા બેસી ગયા છે. શહેરના અડાજણ વિસ્તારમાં પોલો રસ્તો બેસી જતાં એક ડમ્પર ફસાઈ ગયું હતું. જેના લીધે એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.

  • ચોમાસાની શરૂઆત થતા ની સાથે જ શહેરના રસ્તાઓ બન્યા પોલા
  • હજી તો વરસાદની શરૂઆત છે ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટના
  • સુરતના અડાજણમાં રેતી ભરેલ ટ્રકનું ટાયર 3 ફૂટ અંદર બેસી જતા અકસ્માત
  • સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં
  • સોસાયટીમાંથી રેતી ભરી નીકળેલ ટ્રક એકાએક નમી જતા ચાલકનો જીવ ટાળવે ચોંટ્યો
  • વરસાદના કારણે રોડ નબળો પડતા બની ઘટના

સુરતમાં મેઘરાજાની પધરામણી થતાની સાથે જ રોડ બેસી જવાની ઘટનાઓ બનવા લાગી છે. સુરત શહેરમાં શનિવાર રાતથી વરસાદી માહોલ જામ્યો છે. શનિવારે રાત્રે, રવિવારે બપોરે અને આજે સોમવારે સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા. હજુ તો વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થયો છે ત્યાં તો સુરત મનપાની પ્રીમોન્સુન કામગીરીની પોલ ખુલવા લાગી છે.

ઠેરઠેર પાણી ભરાવા લાગ્યા છે અને રસ્તા પણ બેસવા લાગ્યા છે. અડાજણમાં રસ્તો બેસી જતા એક ડમ્પરનું ટાયર રસ્તામાં ત્રણ ફૂટ સુધી ઘૂસી ગયું હતું. જેના કારણે ટ્રક નમી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે, હજુ તો ચોમાસાની શરૂઆત છે ત્યાં જ આવી ઘટનાઓ બનવા લાગતા સવાલો ઊભા થઈ રહ્યા છે.

વધુમાં મળતી માહિતી અનુસાર અડાજણ વિસ્તારમાં આજે એક રેતી ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો. દરમિયાન ટ્રક ચાલક ટ્રકને રિવર્સ કરી રહ્યો હતો દરમિયાન ટ્રકનું ટાયર રસ્તામાં ત્રણ ફૂટ સુધી ઘૂસી ગયું હતું. એકાએક જ બનેલી આ ઘટનાને લઈને ટ્રક ડ્રાઇવરનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ટ્રકનું પાછળનું ટાયર રસ્તામાં ઘૂસી જવાના કારણે આખો ટ્રક એક સાઇડ નમી ગયો હતો.

હજી તો વરસાદની શરૂઆત છે ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવવા લાગી છે. વરસાદના કારણે રોડ નબળા પડી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. ટ્રક રસ્તામાં ખૂંપી જવાની ઘટનાને લઈને હવે રસ્તાઓની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, હજી તો ચોમાસાની શરૂઆત છે ત્યારે જ આવી ઘટનાઓ બનવા લાગી છે. તો હજુ આખા ચોમાસામાં કેટલી ઘટનાઓ બનશે?

Most Popular

To Top