વડોદરા: તહેવારો ની મોસમમા અધિક શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે. ત્યારે ધોધમાર વરસાદની પણ આગાહી પ્રમાણે શરૂઆત થઇ છે હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં આજે બપોરે વડોદરામાં વરસાદ ના કારણે કેટલાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. ભારે વરસાદના પગલે શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા.શહેરના ગોરવા, માંજલપુર કબીર મંદિર અને લાલબાગ બ્રિજ નીચે સહિત અનેક રોડ પર પાણી ભરાયા હતા. આ ઉપરાંત કોર્પોરેશન કચેરી નજીક પાણી ભરાયા છે. બે ફૂટ જેટલું પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થી ગયા હતા.
માત્ર થોડી મીનિટોના વરસાદમાં પાણી ભરાયા, રોડ પર નદી જેવા દ્રશ્યો
By
Posted on