Gujarat

જૂનાગઢ: અંધશ્રદ્ધા પડી ભારે, તાંત્રિક વિધિની આડમાં યુવતી સાથે દુષ્કર્મ, પાંચ સામે ગુનો દાખલ

જૂનાગઢ: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા (Superstition) વચ્ચે ખૂબ ઓછો તફાવત હોય છે. ત્યારે અંધશ્રદ્ધમાં લોકો એ હદે ડૂબી જાય છે કે તેઓ પોતાના સર્વસ્વ વિશે પણ ભાન ભૂલી જાય છે. આવો જ એક કિસ્સો જૂનાગઢથી (junagadh) સામે આવ્યો છે. જેમાં તાંત્રિક વિધિને કારણે ફરી એકવાર યુવતી હવસનો (Rape) શિકાર બની છે. આ મામલે પોલીસમાં (Police) ફરિયાદ (FIR) નોંધવામાં આવી છે. તેમજ પોલીસ પૂરજોશે આ કેસમાં તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ જૂનાગઢના કેશોદ નજીક મેસવાણ ગામમાં તાંત્રિક વિધિના નામ પર ભુવાએ પૈસાનો લાલચ આપી યુવતીને પોતના હવસનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે. જો કે આ યુવતી પૈસાની લાલચમાં અંધશ્રદ્ધામાં પડી હતી. જેનો ફાયદો ઉઠાવીને ભુવાએ તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. જેની ફરિયાદ યુવતીએ ખુદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

જો કે વાસ્તવમાં વાત એ છે કે ભુવાએ પૈસાની લાલચમાં યુવતીને ફસાવી હતી. ત્યાર બાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર ઘટના પ્રકાશમાં ત્યારે આવી જ્યારે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે ભુવાએ તાંત્રિક વિધિના નામે પોતાની હવસનો શિકીર બનાવ્યો હતો.

તેમજ યુવતીએ પોલીસે એમ પણ જણાવ્યું કે આ તાંત્રિક ભુવાનું નામ સાગર છે જેણે તેના કુલ પાંચ સાથીદારો સાથે મળીને ગેંગરેપ કર્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહિ પીડિતો આ તમામ લોકો સામે એટ્રોસિટી, ધાકધમકી તેમજ ગેંગરેપ સહિતના ગુનાની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ મામલે વધુ તાપસની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top