મસલ્સ મોટા મસ કે હાઈબ્રીડવાળા કરવા માટે, અંગ કસરતના ખેલ કરવા પડે. ટોનિક-જીમ-ચ્યવનપ્રાશના કદાચ ફાકા પણ મારવા પડે. બાકી ગાળ બોલવા માટે કોઈ ક્લાસ કરવાની કે ટ્યુશન લેવાની જરૂર પડી નથી. ‘ગાલિપ્રદાન’ જેવો કોઈ એવોર્ડ મળતો હોય તો વાત અલગ..! ગાળનું કામ ઓટોમેટીક મશીનગન જેવું બાવા..! બોલવાની માત્ર ફાવટ આવવી જોઈએ, એક વાર ફૂટે એટલે ધાણીની માફક એ ફૂટ્યા કરે. જેમ દેવતાઓના ભાથામાંથી તીર નીકળતાં, એમ આપમેળે ગાળના પણ ફૂવ્વારા છૂટવા માંડે..! હિંમતનું કામ છે. હિંમતે ‘મડદા’…sorry…મર્દા, તો મદદે બધ્ધાં..! ગાળનો શોધક કોણ એને હું શોધું છું. પણ શ્રીશ્રી ભગાનું તો કહેવું છે કે, ગાળનું તો આળ છે.
બાકી બોલતાં બોલતાં માનવી જ્યાં અટક્યો કે લટક્યો ત્યાં પોતપોતાને જે ફાવે તે શબ્દોનું સાંધણ કર્યું એ માર્કેટમાં ગાળ તરીકે ઓળખાય. અમારી બાજુ આવે તો, જેને ડાયપર અને ચડ્ડીના ભેદની ખબર ના હોય એ બિચારા બારાખડી બોલે તો પણ ગાળ લાગે. એમાં એમનો કોઈ વાંક જ નહિ. બોલનારનો company fault હોય..! બોલવાનું જ એવું કે, એ કંઈ પણ બોલે તો સામાને ગાળ લાગે..! ઓલીયું કરવા ગળું ખંખેરે, તો પણ ગાળનો સુસવાટો કાઢતો હોય એવું લાગે..! આ જફાને કારણે તો, અમારા કલાકારો ટેલી-બોલી કે ઢોલીવુડમાં ઝાઝું ઝાડું મારી શકયાં નથી. કૂતરાની નજર હાડકાં ઉપર હોય એમ લોકો પ્રકૃતિને બદલે અમારી વાણી અને વૃત્તિ ઉપર જ કેમેરા વધારે ફોકસિંગ કરે..! ગાળ એ તો વહેમ છે, બાકી અમારા મોંઢામાં ગલગોટા પણ ભરેલા જ હોય છે. માહોલ જોઇને ક્યારેક જીભ લપસી જાય એ બે નંબરની વાત થઇ..!
મને એક તો એવો બતાવીઓ કે, જેણે એની વાઈફને ‘અક્કલ વગરની કે બુદ્ધિ વગરની કહી ના હોય..? આ પણ મીઠુડી ગાળ જ છે બાવા..! જે કુંવારિકાએ આપણી જ પસંદગી પતિ-પરમેશ્વર તરીકે કરી હોય, એને કેમ કહેવાય કે, તારામાં બુદ્ધિ નથી..! આખો દાખલો જ ખોટો પડે ને..? આવું બીજી તરફ જોઈએ તો વાઈફ પણ કહેતી હોય કે, ‘આ ઘરમાં મારાં પગલાં પડયાં પછી જ તમારા ભાઈનું તો પાનું ફેરવાયું..!’હશે, આ બધી બાબતે આપણે ઝાઝું પીંજણ કરવું નથી. પણ આવી બધી વાતો ‘sweety ગાળ જ કહેવાય..! હાંક સુલેમાન ગાલ્લી કહીને ગાડું ગબડાવ્યા કરવાનું..!
આત્માને ભલે રંગ-રૂપ-આકાર-સ્વાદ કે ગંધ ના હોય, પણ ગાળને તો હોય..! તીખી-મોળી-ખાટી-મીઠી-તુરી-ફિક્કી કે ચચરાવી નાંખે તેવી ગાળનો તોટો નથી. પણ એનો સ્ટોક વાતના માહોલ પ્રમાણે નીકળે. ખાંડ વગર જેમ કંસાર ‘ફિક્કોફસ્સ’લાગે, એમ ગાળ વગર સંસાર પણ બોદો લાગે. લૂલી પાસે ભલે ગાળો બોલવાનો ખજાનો હોય, પણ એ ખજાનો ક્યારે ક્યાં વાપરવો, એનો વિવેક પણ જોઈએ. જેમ મરચાં વગરનો તે વળી મસાલો હોય? કે, પ્રેમનો આલાપ -વિલાપ કે આદાનપ્રદાન કરવામાં મીઠુડી ગાલનો પણ મહિમા છે બાવા..! ગાળના મસાલા વગર સંસારનો રસાલો ઝામે જ નહિ..! જેમ દહીંના મોરવણ વગર દૂધ નહિ ઝામે, એમ ગાળ વગર સંસાર નહિ ઝામે..! રૂડા સંસારમાં રૂડી ગાળોનો પણ ફાળો છે યાર..! ગાળ આવડતી જ ના હોય એમણે તો, સંસારના પેંગડામાં પગ નાંખવો જ નહિ..! એળે ગયો અવતાર…એમ માની મીંડું વાળી લેવાનું..! શું કહો છો ચમનીયા..?
લેએએએ..! ગાળની આટલી વાત કરી એમાં તો ચમનીયાએ નાકના ભૂંગળાં પણ ચઢાવી દીધાં..! હિપોક્રેટેડ..? હું ક્યાં ‘બમચસ’જેવાં મૂળાક્ષરવાળી ગાળની વાત કરું છું..? ધર્મેન્દ્રવાળી ‘કુત્તા-કમીના’અને સિદ્ધાર્થ રાંદેરિયાવાળી ‘સાલા’જેવી મીઠ્ઠી ગાળની આ વાત છે. જો ભાઈ, ગમે તે કરો, ચલણમાં ચાલે એ રૂપિયો..! ‘ગાળેશ્વરાય નમ:’થી લેખની શરૂઆત કરી હોય એમ, સાતડે-સાતના આંકડાની માફક લચી શું પડ્યા? ભલે સુરતની આજુબાજુનો છું, પણ મારી વાત ચચરાવી નાંખે તેવી ગાળની નથી. અમે ગાળ બોલતાં જ નથી બાવા..!
જે બોલીએ એને લોકો ગાળ સમજે એમાં બોલકનો શું દોષ..? શિષ્ટ ભાષા બોલવાનો બળ-પ્રયોગ કરીએ, ત્યારે જ આવું થાય. રસોઈ સ્વાદિષ્ટ અને પાચક જોઈતી હોય તો ક્યારેક આવાં હિંગના વઘાર કરવા પડે..! વેજીટેરીયન ગાળ એ અમારો હિંગનો વઘાર છે..! પણ પેટ-બળેલાઓ અમારી બોલવાની છટાને ગાળમાં ખપાવે, તો પામર માનવી બીજું કરી પણ શું શકે..! જો વક્તા હૈ વોહી બકતા હૈ..! કદાચ વધારે પડતું બોલવામાં એકાદ બોંબ ઝીંકાઈ જાય, તો ઉદારવાદી બનીને માફ કરી દેવાનું..! આ તો હસવા-હસાવવાની વાત છે..! – જેમ માણસના પ્રકાર હોય, શાકભાજીના પ્રકાર હોય, પ્રાણીઓના પ્રકાર હોય, એમ ગાળના પણ પ્રકાર હોય. કેટલીક ગાળ વેજીટેરીયન
જેવી હોય તો, કેટલીક નોન-વેજીટેરીયન જેવી..! તમે ક્યાં નથી જાણતા કે, ચૂંટણીની ઋતુમાં મીઠુડી (વેજીટેરીયન) ગાલોનું ઉત્પાદન વધે..! નોન-વેજીટેરીયન ગાળો લખીને મારે મારા શિષ્ટાચારનો ઘડોલાડવો કરવો નથી. બાકી બહેનોની મીઠુડી ગાલ તો એવી હોય કે, સાંભળનારને ડાયાબીટીસ થાય..! એ લોકોની ગાલ આવી હોય….! “તારાં ચંપલાની પટ્ટી તૂટી જાય, તારા માથાનું બક્કલ ખોવાઈ જાય, તારી સાસુમાં છણકાનાં વાવેતર થાય. અને ડબલ પાવર આવે. તારા વરનું કોઈની સાથે લફરું થાય. તારું ફેસિયલ ધોવાઈ જાય, ટોપલામાં ઢાંકેલી તારી મરઘી ઊડી જાય. તારું મેચિંગ ખોરવાઈ જાય વગેરે વગેરે..! બસ, એક વાર ઉક્ળવી જોઈએ. ઉકળે એટલે નીકળે એને લોકો ગાળ કહે. મને તો એ વાતની પણ શંકા છે કે, શિશુપાલે ભગવાન શ્રીકૃષ્ણને ૯૯૯ ગાળો આપેલી, એ શિશુપાલ ક્યાંક દક્ષિણ ગુજરાતનો તો નહિ હોય..?
લાસ્ટ ધ બોલ
વઘારેલા ભાતને મુગલાઈ બિરયાની કહેવી એ પણ ગાળ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.