છૂંદણા (ટેટુ) ત્રોફાવવાનો શોખ અગર છંદ હવે યુવા વર્ગ માટે સપડામણનો વિષય બન્યો છે. એના લીધે નોકરી મેળવવામાં આડખીલી અંતરાય ઉપસ્થિત થાય છે એક ખબર મુજબ માત્ર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૧ વર્ષમાં ૧૧ હજારથી વધુ યુવાઓને છૂંદણા કઢાવવા પડયા હતા. એના માટે તેઓએ કેટલીય વખત હોસ્પિટલના આંટાફેરા કર્યા હતા, કેમકે એક દિવસમાં ત્રોફાવાતા છૂંદણા નાબુદ કરાવવા કેટલીય વાર હોસ્પિટલે આવનજાવન કરવી પડે છે. ખરું જોતાં લશ્કર – અર્ધ સૈનિક બળો – પોલીસ આદિમાં ભરતી અર્થે શરીર પર છૂંદણા નહીં હોવા જોઇએ.
અમદાવાદ – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જો જો છૂંદણા નડતર ના બને!
By
Posted on