National

J&K: કઠુઆ એન્કાઉન્ટરમાં બીજો આતંકી ઠાર, બેગમાંથી પાકિસ્તાની ચોકલેટ સહિત આ વસ્તુઓ મળી

નવી દિલ્હી: છેલ્લા 3 દિવસમાં જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદીઓ (Terrorist) દ્વારા ત્રણ હુમલાઓ કરવામાં આવ્યા હતા. ત્યારે ગઇકાલે મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના ડોડામાં આતંકીઓએ આર્મી પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં (Attack) એક જવાન શહીદ થયો હતો. આ હુમલો ડોડાના છત્તરગાલામાં 4 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ચેકપોસ્ટ પર થયો હતો. હુમલામાં 4 સૈનિકો અને 1 SPO પણ ઘાયલ થયા હતા.

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સાથે જ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. કઠુઆ જિલ્લાના એક ગામમાં આતંકવાદી હુમલા બાદ સુરક્ષાદળોનું ઓપરેશન શરૂ થયું હતું. આ જિલ્લાના હીરાનગર સેક્ટરના સૈદા સુખલ ગામમાં મંગળવારે સાંજે આતંકીઓએ હુમલો કર્યો હતો.

સુરક્ષાદળોના આ ઓપરેશનમાં સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થયો હતો. કઠુઆમાં મંગળવારે સાંજે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં જમ્મુ-કાશ્મીરના બે ડીઆઈજી રેન્ક અને એસએસપી રેન્કના અધિકારીઓની કારને પણ નુકસાન થયું હતું. આ હુમલામાં આ અધિકારીઓનો આબાદ બચાવ થયો હતો.

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ 60 કલાક બાદ 12 જૂને પણ ચાલુ જ છે. ફાયરિંગમાં પાંચ સૈનિકો અને એક SPO (સ્પેશિયલ પોલીસ ઓફિસર) ઘાયલ થયા હતા. ત્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમની હાલત સ્થિર હોવાની માહિતી સાંપડી છે. આ સાથે જ કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક વ્યક્તિના મોત અને અન્ય બે ઘાયલ થયાના કલાકો બાદ આ હુમલો થયો હતો. ત્રણ દિવસ પહેલા આતંકીઓએ તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર હુમલો કર્યો હતો, જે ખાઈમાં પડી હતી, આ આતંકી હુમલામાં 9 મુસાફરોના મોત થયા હતા, જ્યારે 40 થી વધુ ઘાયલ થયા હતા.

આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે
આ હુમલાની માહિતી આપતા પોલીસે કહ્યું હતું કે ત્રણ નાગરિકોની હત્યા અને બંધક બનાવવાના સમાચાર ખોટા છે. કઠુઆની ઘટનામાં માત્ર એક નાગરિક ઘાયલ થયો છે. છુપાયેલા આતંકીઓને પકડવા માટે ઓપરેશન ચાલુ છે. જ્યારે અધિક પોલીસ મહાનિર્દેશક આનંદ જૈને જણાવ્યું હતું કે જિલ્લાના ચતરગાલા વિસ્તારમાં 4 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ચોકી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.

આતંકી હુમલામાં એક વ્યક્તિ ઘાયલ
અધિક પોલીસ મહાનિર્દેશક આનંદ જૈને કહ્યું હતું કે સુરક્ષાકર્મીઓએ જવાબી કાર્યવાહી કરી જેના કારણે એન્કાઉન્ટર શરૂ થયું હતું, તેમજ છેલ્લે જ્યારે અમને માહિતી મળી હતી ત્યાં સુધી એન્કાઉન્ટર ચાલુ જ હતુ. તેમજ મંગળવારે સાંજે કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર (IB) નજીકના એક ગામમાં હુમલો કરનારા આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા દળોએ મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું છે. આતંકીઓના હુમલામાં એક નાગરિક ઘાયલ થયો હતો. પોલીસે કહ્યું કે કઠુઆ ઓપરેશનમાં સુરક્ષા દળોએ એક શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો હતો.

Most Popular

To Top