Entertainment

જીતુ ભૈયા ત્રીજી સીઝનમાં કરશે ધમાલ

જીતેન્દ્રકુમારને તમે મોટેભાગે આયુષ્માન ખુરાના સાથે ફિલ્મોમાં જોડી જમાવતા જોયો છે, ફિલ્મો સાથે વેબ સિરીઝમાં પણ જિતેન્દ્રકુમાર છવાયેલો રહે છે. ઍમેઝૉન પ્રાઇમ પર ‘પંચાયત’ સેકન્ડ સીઝન રિલીઝ નથી થઈ ત્યાં જ થર્ડ સીઝનની પરમિશન આપી દેવામાં આવી, જેનું કારણ સિરિયલની ગુડવિલ છે. ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થયેલી અને માઉથ-ટુ-માઉથ પબ્લિસિટી દ્વારા જબરદસ્ત લોકપ્રિયતા મેળવનાર વેબ-સિરીઝ ‘પંચાયત’ની ત્રીજી સીઝન માટે પરમિશન આપી દેવામાં આવી છે. મજાની વાત એ છે કે સેકન્ડ સીઝન હજી રિલીઝ નથી થઈ ત્યાં થર્ડ સીઝનની પરમિશન આપવામાં આવી, જેનું મુખ્ય કારણ છે ‘પંચાયત’ની ગુડવિલ.

વેબ-સિરીઝમાં ફૅમિલી એન્ટરટેઇનમેન્ટની વૅલ્યુ જળવાતી હોવાથી આ વેબ-સિરીઝ રિલીઝ કરવા માટે જબરદસ્ત ફીડબૅક મળતાં હોવાથી ‘પંચાયત’ની ત્રીજી સીઝન એની વનલાઇન પર જ પાસ કરવામાં આવી છે. શહેરનો એક યુવક ગામડામાં નોકરી કરવા રાજી થાય છે અને એ પછી તેને કેવી-કેવી તકલીફ વેઠવી પડે છે એની વાત ‘પંચાયત’માં કરવામાં આવી છે. સેકન્ડ સીઝનમાં ‘પંચાયત’ના હીરો અભિષેક એટલે કે જિતેન્દ્રકુમારની લવસ્ટોરી શરૂ થાય છે, જે રિન્કીના પ્રેમમાં પડે છે. રિન્કી સાથે મળીને અભિષેક કેવી રીતે ગામના ડેવલપમેન્ટનાં કામ કરે છે એની વાત ‘પંચાયત’ની સેકન્ડ સીઝનમાં કરવામાં આવી છે.

Most Popular

To Top