બૈજિંગ: ચીની પ્રમુખ (China president) ઝિ જિનપિંગે (Jin ping) લ્હાસામાં ટોચના લશ્કરી અધિકારી (Army officer)ઓ સાથેની બેઠક દરમ્યાન તિબેટ (Tibet)માં લાંબા ગાળાની સ્થિરતા અને સમૃદ્ધિની અગત્યતા પર ભાર મૂકયો હતો એમ સરકારી મીડિયા (Media)એ આજે એના એક દિવસ પછી અહેવાલ આપ્યો હતો જ્યારે જિનપિંગે વ્યુહાત્મક રીતે મહત્વના આ પ્રદેશની અઘોષિત મુલાકાત (Visit) લીધી હતી, જેમાં તેમણે ન્યિંગચીની પણ મુલાકાત લીધી હતી જે અરૂણાચલ પ્રદેશ સરહદ (Arunachal pradesh border) નજીકનું એક ટાઉન છે.
ઝિ જિનપિંગ, કે જેઓ શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના મહામંત્રી અને સેન્ટ્રલ મિલિટરી કમિશનના અધ્યક્ષ પણ છે તેઓ ચીનના લશ્કર પીપલ્સ લિબરેશન આર્મીના તિબેટ મિલિટરી કમાન્ડના ટોચના અધિકારીઓને મળ્યા હતા જે કમાન્ડ ચીનની ભારત સાથેની અરૂણાચલ પ્રદેશને લાગતી સરહદ પર ચોકી ભરે છે. તેમણે સૈનિકોને તાલીમ આપવાનું કાર્ય તથા યુદ્ધની તૈયારીઓ સઘન બનાવવા હાકલ કરી હતી. એમ ગ્લોબલ ટાઇમ્સે અહેવાલ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ૬૮ વર્ષીય ઝિએ પ્રમુખ તરીકે તિબેટની તેમની પ્રથમ મુલાકાત બુધવારથી શુક્રવાર સુધીમાં લીધી હતી જે મુલાકાત શુક્રવારે પુરી થાય ત્યાં સુધી આ મુલાકાતની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ચીની સત્તાવાર મીડિયાએ ઢાંકી રાખી હતી.
1990 પછી અત્યાર સુધી કોઇ ચીની પ્રમુખ તિબેટ આવ્યા ન હતા
ઝિ જિનપિંગની ચીની પ્રમુખ તરીકેની તિબેટની આ પ્રથમ મુલાકાત છે અને કોઇ ચીની પ્રમુખની પણ ત્રણ દાયકા પછીની આ પ્રથમ તિબેટ યાત્રા છે. છેલ્લે ૧૯૯૦માં તે સમયના ચીની પ્રમુખ જિયાંગ ઝેમિન તિબેટની મુલાકાતે આવ્યા હતા, તે પછી છેક અત્યારે જિનપિંગે તિબેટની મુલાકાત લીધી છે.
તિબેટના બૌદ્ધવાદનું ચીનીકરણ કરવામાં ચીનને નોંધપાત્ર સફળતા મળી છે
ઝિ જિનપિંગે પોતાની તિબેટની મુલાકાત દરમ્યાન પાટનગર લ્હાસામાં આવેલ પાટોલા પેલેસ સ્ક્વેરની પણ મુલાકાત લીધી હતી. આ પાટોલા પેલેસ તિબેટિયનોના આધ્યાત્મિક ગુરુ દલાઇ લામાની ગાદી ગણાય છે. પરંતુ તિબેટ પર ચીનના હુમલા પછી ભારતમાં આશરો લેનાર દલાઇ લામાની આધ્યાત્મિક સત્તા ચીને નકારી કાઢી છે અને તેમને સ્થાને લ્હાસામાં પોતાના પસંદગીના દલાઇ લામાને બેસાડ્યા છે. તિબેટની મુલાકાત લઇ ચુકેલા કેટલાક વિદેશી પત્રકારોના અહેવાલ પ્રમાણે તિબેટના બૌદ્ધવાદનું ચીનીકરણ કરવામાં ચીનને નોંધપાત્ર સફળતા મળી છે.
તિબેટમાં રહેતા ઘણા બૌદ્ધ સાધુઓ ભારતના ધરમશાલા નગરમાં રહેતા દલાઇ લામાને બદલે હવે ચીન અને સીપીસી તરફ પોતાની વફાદારી બતાવવા માંડયા છે. એક તિબેટિયન બૌદ્ધ સાધુએ તો ઝિ જિનપિંગને જ પોતાના આધ્યાત્મિક નેતા ગણાવ્યા હતા!