ઝારખંડ: ઝારખંડના (Jharkhand) પલામુ (Palamu) જિલ્લામાં બે સમુદાયો વચ્ચે હિંસા (Violence) બાદ પથ્થરમારો અને આગચંપીની ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ પંકી ગામમાં શિવરાત્રિ નિમિત્તે ગેટ પર તોરણ બનાવવાના મામલે મુદ્દે બે જૂથ વચ્ચે સામાન્ય વિવાદ થયો હતો. વિવાદ એટલો વધ્યો કે બે જૂથોએ સામ સામે પથ્થરમારો કર્યો હતો અને ત્યાર બાદ પેટ્રોલ બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે ધારા 144 લાગુ કરવામાં આવી છે.
શિવરાત્રીના તોરણ બનાવવા મામલે હિંસા
મળતી માહિતી મુજબ ઝારખંડના પલામુ જિલ્લાના પંકીમાં મહાશિવરાત્રીના તોરણ બનાવવાને લઈને બે પક્ષો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. બે પક્ષો વચ્ચે પથ્થરમારો બાદ આગચંપીની ઘટના બની હતી. વાતાવરણ વધુ બગડતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે હિંસાને કાબૂમાં લેવા માટે વિસ્તારમાં 100 થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ ધારા 144 લાગુ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે બદમાશોએ આસપાસના વિસ્તારમાં પથ્થરમારો કરીને આગચંપી શરૂ કરી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન વિસ્તારમાં પેટ્રોલ બોમ્બ પણ છોડવામાં આવ્યા હતા. માહિતી મળતા જ ભારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
પોલીસ કર્મીઓ પણ ઘાયલ
જણાવવામાં આવી રહ્યું છે કે પથ્થરમારામાં ઘણા ગામલોકો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તરહસી, પિપ્રતંડ, લેસલીગંજ સહિત ઘણા પોલીસ સ્ટેશનોની પોલીસને વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
માહિતી આપતાં એસપીએ કહ્યું કે મહાશિવરાત્રિ માટે મસ્જિદની નજીક એક તોરણ ગેટ બનાવવામાં આવી રહ્યો છે. જેનો અન્ય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે વિવાદ વધ્યો અને પથ્થરમારો થયો હતો. હાલ મામલો શાંત છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે. તોરણ ગેટ પર બનાવવા બાબતે પોલીસ મથકે કોઈ અરજી આપવામાં આવી ન હતી.