Vadodara

ઓનલાઈન ઠગાઈ કરનાર ઝારખંડનો ઈસમ ઝડપાયો

ગોધરા: પંચમહાલ જીલ્લાની સાયબર ક્રાઈમ પોલીસ  દ્વારા દેશ અને રાજ્યના નાગરિકોને કેવાયસી અપડેટ કરવાના બહાને એટીએમ કાર્ડ નંબર તથા ઓટીપી મેળવીને  ભોગ બનનારની જાણ બહાર તેમના બેંક એકાઉન્ટમાંથી નાણા ઓનલાઈન ટ્રાન્સફર કરીને છેતરપીંડી કરનારા ઝારંખંડના ઈસમને પકડી પાડવામા  આવ્યો છે. મળતી વિગતો અનુસાર દાહોદ જીલ્લાના લીમખેડા પોલીસ સ્ટેશનમાં નોધાયેલા એક ઓનલાઈન છેતરપીંડીની ફરિયાદ નોધાવામા આવી હતી.જેમા ફરિયાદી ફોન કરીને કેવાયસી અપડેટ કરવાના બહાને  બેંકમાથી મેનેજર બોલુ છુ. તેમ કહીને ફરિયાદી પાસેથી એટીએમ કાર્ડના છેલ્લા આંકડા તથા ઓટીપી મેળવીને  અલગઅલગ ખાતામા ઓનલાઈન દોઢ લાખ રુપિયા ટ્રાન્સફર કર્યા હતા.

જે નાણા ઝારંખંડથી વિડ્રોલ થયા હતા.પોલીસ દ્વારા ટેકનીકલ  માહીતી સહીત તપાસ કરવામા આવતા નિરંજન રાજેન્દ્ર મંડલના ખાતામાં નાણા ટ્રાસ્ફર થયા હતા પોલીસે તે ઈસમ ભરૂચ ખાતે કોઈ કંપનીમા કામ કરતો હોવાની હકીકતના આધારે પોલીસ ટીમ ત્યા જઈ પુછપરછ કરતા તેના મિત્ર નીરજ વકીલ મંડલ રહે જંરમુડી જી ઝુમકા  તેમજ નદલાલ વાસુદેવ મંડલનાઓએ મળીને  ગુનો આચરેલ હોવાની વિગતો બહાર આવી હતી.આરોપીને લીમખેડા પોલીસ મથક ખાતે સુપરત કરવામા આવ્યો હતો.

Most Popular

To Top