National

ઝારખંડ: મુસાફરોથી ભરેલી બસ નદીમાં ખાબકી, સાતના મોત, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

ઝારખંડના (Jharkhand) હજારીબાગ જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક બસ સિવાન નદીમાં (River) પડી છે. આ અકસ્માતમાં (Accident) સાત લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સિવાય અન્ય ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ બસમાં (Bus) 52 લોકો સવાર હતા. બસમાં સવાર દરેક લોકો ધાર્મિક કીર્તન કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગિરિડીહથી રાંચી જઈ રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે બસમાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા હોવાથી બચાવ કામગીરી ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ 30 ફૂટ નીચે નદીમાં પલટી ગઈ હતી. બસમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો.

  • ઝારખંડના હજારીબાગમાં મુસાફરોથી ભરેલી બસ સિવાન નદીમાં ખાબકી
  • બસ 30 ફૂટ નીચે નદીમાં પલટી ગઈ, સાત લોકોના મોત
  • બસમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવો પડ્યો

દુર્ઘટનામાં ઘાયલો લોકોને હજારીબાગની સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા લોકો ગિરિડીહના જણાવવામાં આવી રહ્યા છે. અકસ્માતની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બસમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. એસપી હજારીબાગએ જણાવ્યું હતું કે આજે બપોરે સિવાન નદી પરના પુલ પરથી મુસાફરોને લઈ જતી બસ પડી જતાં સાત લોકોના મોત થયા હતા અને 12-13 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે શોક વ્યક્ત કર્યો હતો. પીએમઓએ એક નિવેદન જારી કરીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના હજારીબાગ જિલ્લામાં બસ દુર્ઘટનામાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

આ પહેલા મધ્યપ્રદેશના શ્યોપુરમાં પીએમ મોદીની સભામાં આવેલી મહિલાઓની બસ અકસ્માતનો શિકાર બની હતી. પીએમની સભામાંથી પરત ફરતી વખતે બસ પલટી ગઈ હતી. બસમાં 30 મહિલાઓ હતી. આ અકસ્માતમાં 10 મહિલાઓ ઘાયલ થઈ છે જેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કુનો નેશનલ પાર્કમાં દીપડાને છોડીને પીએમ મોદી શ્યોપુર જિલ્લાના કરહલ પહોંચ્યા હતા. પીએમએ મહિલા સ્વ-સહાય જૂથોના સંમેલનમાં હાજરી આપી હતી અને અહીં સભાને સંબોધિત કરી હતી.

Most Popular

To Top