ઝઘડિયા: (Jhaghadia) ઝઘડિયા તાલુકાના GIDC પોલીસ (Police) મથક વિસ્તારના સ્થળે ચાર પોલીસ મથકો દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં ઝડપાયેલો દારૂના (Alcohol) જથ્થાનો ગત તા.૧લી માર્ચે નાશ (Destroy) કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી ચિરાગ દેસાઇ તેમજ અન્ય સ્થાનિક પોલીસ અધિકારીઓ, સ્થાનિક અધિકારીઓ તેમજ ઝઘડિયા પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ત્રણ બુલડોઝર દ્વારા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
- ઝઘડિયા GIDC પોલીસમથકે 42 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો
- ઝઘડિયા, ઝઘડિયા જીઆઈડીસી, ઉમલ્લા અને નેત્રંગ પોલીસમથકમાં ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો
આ અંગે વધુમાં મળતી વિગતો મુજબ ઝઘડિયા, ઝઘડિયા GIDC, ઉમલ્લા અને નેત્રંગ મળી કુલ ચાર પોલીસમથકો દ્વારા છેલ્લા દોઢ વર્ષ દરમિયાન ઝડપાયેલા રૂ.42 લાખના દારૂના જથ્થાનો નાશ કરવા માટે પોલીસ દ્વારા કોર્ટમાંથી મંજૂરી મેળવી ઝઘડિયાના પ્રાન્ત અધિકારી સમક્ષ દારૂના મુદ્દામાલનો નાશ કરવા રિપોર્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ઝઘડિયા GIDC પોલીસમથક વિસ્તારના સ્થળ ઉપર દારૂના જથ્થાને પાથરીને તેના પર બુલડોઝરો ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
ઉમરાખમાં 30 હજારના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
બારડોલી: બારડોલીના ઉમરાખ ગામેથી વિદેશી દારૂ ભરેલી થેલી લઈને ઊભેલા એક ઈસમને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી 30 હજારથી વધુનો દારૂ કબજે કર્યો હતો. પોલીસે આ ગુનામાં દારૂ આપી જનાર ખેપિયાને વોન્ટેડ જાહેર કર્યો છે.
બારડોલી ગ્રામ્ય પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે મોતાથી બાબેન તરફ જતા ઉમરાખ ગામની સીમમાં ગોકુલમ બંગ્લોઝના ગેટની સામેના ભાગે એક ઈસમ કોઈ વાહનની રાહ જોઈને કાળા રંગની થેલીમાં દારૂની બોટલ લઈને ઊભો છે, એવી બાતમીના આધારે પોલીસે તેને ઊભો રાખી તપાસ કરતાં 12 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જેની કિં.રૂ.30 હજાર જેટલી થાય છે. પોલીસે અજય લાલચંદભાઈ પ્રસાદ (રહે., ગોપાલનગર, બાબેન, તા.બારડોલી)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ આપી જનાર ખેપિયાને વોન્ટેડ જાહેર કર્યો હતો.