કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને JEE મેઈન એપ્રિલ સત્ર મુલતવી રાખ્યું છે. સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) નું મુખ્ય 2021 એપ્રિલ સત્ર મોકૂફ રાખવામાં આવતા ટૂંક સમયમાં નવી તારીખો જાહેર થવાની શક્યતા સેવાય રહી છે.
પહેલા જેઇઇ પરીક્ષા 2021 એપ્રિલ સત્રની પરીક્ષાની તારીખ: 27,28,29,30 એપ્રિલ 2021 હતી, જે મુલતવી રાખવાની જાહેરાત કરતાં શિક્ષણમંત્રીએ કહ્યું કે, “અમારા વિદ્યાર્થીઓ અને તેમની શૈક્ષણિક કારકિર્દીની સલામતી એ શિક્ષણ મંત્રાલયની અને મારી મુખ્ય ચિંતાઓ છે.” નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. શિક્ષણ મંત્રાલયે કહ્યું, વિદ્યાર્થીઓએ પરીક્ષા તારીખ અને પરીક્ષાની ઘોષણા વચ્ચે 15 દિવસનો સમય મેળવવો જોઈએ. માટે હવે જેઇઇ મુખ્ય એપ્રિલ સત્ર માટેની સુધારેલી તારીખ પરીક્ષાના ઓછામાં ઓછા 15 દિવસ પહેલાં જાહેર કરવામાં આવશે.
ફક્ત પેપર 1 ની પરીક્ષા એપ્રિલ સત્રમાં લેવાની હતી. પેપર -1 ની પરીક્ષા ફક્ત એન્જિનિયરિંગ કોલેજોમાં બી.ઇ અને બી.ટેકના પ્રવેશ માટે છે. તે જાણવું જરૂરી છે કે વિદ્યાર્થીઓ પણ જેઈઈ મેઈન 2021 એપ્રિલની પરીક્ષાને ટ્વિટર પર #Postponed સાથે મુલતવી રાખવા આગ્રહ કરી રહ્યા હતા.જેથી
પરીક્ષા 2021 મે સત્ર પરીક્ષાની તારીખ: 24,25,26 27,28 મે 2021. જેઇઇ મેઇન પેપર 2 એ (બી. આર્ક ) અને 2 બી (પ્લાનિંગ) પરીક્ષા મે સત્રમાં યોજાવાની હતી, હવે જુઓ આ પરીક્ષા ક્યારે હાથ ધરવામાં આવશે?
બે સત્રની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે
આ વખતે જેઇઇ મુખ્ય પરીક્ષા 2021 નેશનલ એક્ઝામિનેશન એજન્સી દ્વારા ચાર તબક્કામાં લેવામાં આવી છે. તેમાંથી ફેબ્રુઆરી અને માર્ચ ફેઝની પરીક્ષા લેવામાં આવી છે. હજી બે તબક્કાની પરીક્ષાઓ બાકી છે. એપ્રિલ સત્રની પરીક્ષા 27 એપ્રિલ 2021 થી 30 એપ્રિલ 2021 સુધી યોજાવાની હતી, જે મુલતવી રાખવામાં આવી હતી. મે સત્રની પરીક્ષા 24 મે 2021 થી 28 મે 2021 દરમિયાન યોજાવાની છે, જે મોકૂફ રાખવામાં આવે તેવી સંભાવના છે.
સીઆઈએસસીએ પણ બોર્ડની પરીક્ષાઓ મોકૂફ રાખેલી
કોરોનાના વધતા જતા કેસોને કારણે સીબીએસઇ પછી 10 અને 12 વર્ગની બોર્ડ પરીક્ષાઓ મોકૂફ કરી દીધી છે . ઘણા રાજ્યોએ કોરોનાને કારણે બોર્ડની પરીક્ષાઓ સહિતની શાળાઓની પરીક્ષા મુલતવી રાખી છે. ઘણા રાજ્યોમાં પરીક્ષા વિના આગળના વર્ગમાં પ્રથમથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.