Gujarat

JEE એડવાન્સ પરીક્ષાની તારીખ જાહેર, જાણો કઈ તારીખથી પરીક્ષાનું રજિસ્ટ્રેશન થશે શરૂ

મુંબઈ: JEE એડવાન્સ પરીક્ષાની (Exam) તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા હતા. ઈંડિયન ઈંસ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) મુંબઈ દ્વારા જાહેર કરવામાં આવેલા શિડ્યૂલ (Scheduled) અનુસાર આ વર્ષે JEE એડવાન્સની પરીક્ષા 3 જૂલાઈથી શરૂ થશે. વિદ્યાર્થી પરીક્ષાનું રજિસ્ટ્રેશન (Registration) 8 જૂનથી કરી શકે છે. ઓનલાઈન (Online) અરજી માટે અંતિમ તારીખ 14 જૂન છે.

JEE પરીક્ષાનું શિડ્યુલ

  • રજીસ્ટ્રેશન 8થી 14 જૂન
  • ફીની લાસ્ટ ડેટ- 15 જૂન
  • એડમિટ કાર્ડ- 27 જૂન
  • પરીક્ષાની તારીખ- 3 જૂલાઈ

JEE એડવાન્સ પરીક્ષામાં મુખ્યત્વે બે પેપર હશે. જેમાં પ્રથમ પેપર સવારે 9 વાગ્યાથી 12 અને પેપર 2 બપોરે 2.30થી 5.30 સુધી આયોજીત કરવામાં આવશે. પરીક્ષાનું પરિણામ 18 જૂલાઈએ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે JEE એડવાન્સની પરીક્ષામાં સફળતા મેળવનારા વિદ્યાર્થીઓએ આઈઆઈટી સંસ્થાઓમાં એન્જીનિયરીંગમાં ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન લઈ શકશે.

વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર
સરકારે આ વખતે JEE એડવાન્સ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શૈક્ષણિક વર્ષ 2022-23 માટે JEE પરીક્ષા પાત્રતા માટે ન્યૂનત્તમ 75 ટકાની છૂટ આપવાની જાહેરાત કરી છે. જેથી એડવાન્સ પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થી આ વખતે જો બોર્ડમાં 75 ટકાથી ઓછા માર્ક્સ અથવા ટોપ 20 પરસેંટાઈલમાં સામેલ નહીં હોય તો પણ તે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.

DU પરીક્ષા યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન OBE અને ઓફલાઈન પરીક્ષાઓ માટે ઓડ-ઈવન ફોર્મ્યુલા અપનાવવામાં આવશે
DU આ વર્ષે તેની પરીક્ષાઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આયોજિત કરશે. ઓડ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ ઓનલાઈન OBE પરીક્ષા માટે ઉપસ્થિત રહેશે જ્યાં બીજા વર્ષ અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ તેમના કેમ્પસમાં ઓફલાઈન વર્ગો માટે હાજર રહેશે. યુનિવર્સિટી માટે એક ચોક્કસ પરીક્ષા પેટર્ન હજુ ઘડવામાં આવી નથી કારણ કે તે બે વર્ષમાં પ્રથમ વખત તેનું કેમ્પસ ફરી ખોલે છે.

Most Popular

To Top