Madhya Gujarat

દાહોદના લીમખેડા, ધાનપુર અને સિંગવડમાંથી ઝડપાયેલા દારૂના જથ્થા પર જેસીબી ફેરવી દેવાયું

લીમખેડા: દાહોદના જિલ્લાના લીમખેડા ડીવાયએસપી કચેરીના તાબા હેઠળ આવેલા લીમખેડા, ધાનપુર, અને સીંગવડ સહિત ત્રણ  તાલુકા માં છેલ્લા બે વર્ષ દરમિયાન ઝડપાયેલો કુલ ૧ કરોડ ૪૧ લાખ રૂપિયા નો દારૂ ના જથ્થાનો અંતેલા ના જંગલમાં લીમખેડા એસ ડી એમ તથા ડી વાય એસ પી ડો કાનન દેસાઇ લીમખેડા પોલીસ મથક ના પી આઈ એમ જી ડામોર તથા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી અને રોલરની મદદથી નાશ કરવામાં આવ્યો હતો દાહોદ જિલ્લામાં આવેલા લીમખેડા ડીવાયએસપી કચેરીના તાબા હેઠળ ના ત્રણ પોલીસ મથકો દેવગડ બારીયા, લીમખેડા અને ધાનપુર સહિતના ત્રણ તાલુકા માંથી  બે વર્ષ દરમિયાન ઝડપાયેલો  કુલ રૂપિય ૧કરોડ ૪૧ લાખ ૭૩હજાર ૧૧૧ની કિંમતના દારૂના જથ્થાનો   દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામના જંગલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીન અને રોલરની મદદથી નાશ કરવામાં આવ્યો હતો.

સિંગવડના રણધીકપુર પોલીસ દ્વારા વર્ષ દરમિયાન પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો

સીંગવડ તાલુકાના રણધીકપુર પીએસઆઇ પટેલ તથા ઈન્ચાર્જ મામલતદાર સીંગવડ તથા પુરવઠા નાયબ મામલતદાર બારૈયા વગેરે ની હાજરીમાં રંધીકપુર  પોલીસ સ્ટેશનમાં પકડાયેલો દારૂનો જથ્થો તેને નાશ કરવા માટે એક ટ્રક માં દારૂનો જથ્થો ભરવામાં આવ્યો હતો જેને રણધીકપુર પીએસઆઇ પટેલ ઈન્ચાર્જ મામલતદાર સિંગવડની હાજરીમાં ભરીને ટ્રક દ્વારા અંતેલા ગામે લઇ જવામાં આવ્યો ત્યાં લઈ ગયા પછી પ્રાંત અધિકારી લીમખેડા ડીવાયએસપી લીમખેડા નશાબંધી આવકાર વિભાગ અધિકારી તથા સીંગવડ ઈન્ચાર્જ મામલતદાર વગેરેની હાજરીમાં અંદાજીત રૂપિયા 18,18.180 રૂપિયાનો મુદ્દામાલ અને બોટલ 13.219 નંગ નો નાશ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top