Sports

જય શાહે સૂર્યકુમાર યાદવને આપ્યો ખાસ મેડલ, કોચે સૂર્યાના ઐતિહાસિક કેચ પાછળનો રાઝ ખોલ્યો

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ (World Cup) 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રને હરાવ્યું છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ (Team India) 176 રન બનાવ્યા હતા. આ પછી દક્ષિણ આફ્રિકાની ટીમ 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સૂર્યકુમાર યાદવે છેલ્લી ઓવરમાં શાનદાર કેચ લીધો હતો. જેની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. BCCI સેક્રેટરી જય શાહે સૂર્યકુમારને આ શાનદાર કેચ માટે મેડલ આપ્યો હતો. હવે આ અંગે સૂર્યકુમાર યાદવના કોચે મોટી વાત કહી છે.

દક્ષિણ આફ્રિકાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમ માટે બોલિંગની જવાબદારી સંભાળી હતી. આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરે પહેલા જ બોલ પર એરિયલ સ્ટ્રોક રમ્યો હતો. એવું લાગતું હતું કે બોલ બાઉન્ડ્રી લાઇનને પાર કરી જશે. પરંતુ સૂર્યકુમાર યાદવે હવામાં કૂદકો મારતા આશ્ચર્યજનક કેચ લીધો હતો. તેણે પહેલા બોલને બાઉન્ડ્રી પર પકડ્યો અને તરત જ તેને ઉછાળ્યો. આ પછી તે બાઉન્ડ્રી લાઇનની અંદર ગયો. ત્યારબાદ તે ઝડપથી બહાર આવ્યો અને બોલને કેચ કરીને મિલરની ઇનિંગ્સનો અંત લાવ્યો. આ વિકેટ ભારત માટે ઘણી મહત્વની હતી. કારણ કે જો બોલ સિક્સર માટે ગયો હોત તો ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલ થઈ શકતી હતી. આ કેચ માટે BCCI સેક્રેટરી જય શાહે ડ્રેસિંગ રૂમમાં સૂર્યાને બેસ્ટ ફિલ્ડરનો મેડલ આપ્યો હતો.

સૂર્યકુમાર યાદવના કોચે આ વાત કહી
સૂર્યકુમાર યાદવના કોચ અશોક અસવાલકરે આ ઐતિહાસિક કેચ અંગે કહ્યું કે અમારું ફિલ્ડિંગ સત્ર ખૂબ જ અઘરું હતું. કેચિંગ સેશન દરમિયાન તેઓ સતત 25 કેચ પકડવાની પ્રેક્ટિસ કરતા હતા. જો એક કેચ પણ ચૂકી જાય તો તેમણે ફરીથી 25 કેચ લેવા પડતા હતા. જ્યારે ખેલાડીઓ આવતા ત્યારે તેમના હાથ સફેદ દેખાતા હતા પરંતુ જ્યારે તેઓ પ્રેક્ટિસ કરીને જતા ત્યારે તેમના હાથ લાલ દેખાતા હતા.

સૂર્યકુમાર યાદવ સતત બે કલાક પ્રેક્ટિસ કરતો હતો
સૂર્યકુમાર યાદવ સતત બે કલાક પ્રેક્ટિસ કરતો હતો. ટીમ ઈન્ડિયામાં જ્યારે સિલેક્શન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે સૂર્યાનું નામ ક્યાંય દેખાઈ રહ્યું ન હતું. એક દિવસ સૂર્યાએ મને સવારે 7 વાગે ફોન કર્યો અને કહ્યું કે મીડિયાના લોકો મને ખૂબ પરેશાન કરી રહ્યા છે. મીડિયાના લોકો પૂછી રહ્યા હતા કે મારી પસંદગી કેમ નથી થઈ રહી. પછી મેં સૂર્યાને કહ્યું કે અત્યારે કોઈની સાથે વાત ન કર. મીડિયાને કહો કે જ્યારે મારી પસંદગી થશે ત્યારે હું તમારી સાથે વાત કરીશ. મેં તેને શાંત રહેવાની સલાહ આપી. સૂર્યે મને ગુરુ દક્ષિણા આપી છે. સૂર્યા ભારત માટે રમવા માંગતો હતો પરંતુ આજે તેની પાસે વર્લ્ડ કપની ટ્રોફી છે.

Most Popular

To Top