Entertainment

RSSની બદનક્ષીના કેસમાં મુંબઈ પોલીસે ગીતકાર જાવેદ અખ્તર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી

બોલિવૂડના વધુ એક સેલિબ્રિટીની મુશ્કેલી વધી છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ આજે મુંબઈ પોલીસે જાણીતા ગીતકાર જાવેદ અખ્તર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. હિન્દુ ઉગ્રવાદી એટલે કે આરએસએસની તાલિબાનો સાથે સરખામણીના મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. (Javed Akhtar compared the RSS to the Taliban)

મુંબઈ પોલીસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિરુદ્ધ કથિત ટિપ્પણી કરવા અંગે સોમવારે ગીતકાર જાવેદ અખ્તર વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. એમ અધિકારીએ જણાવ્યું હતું. શહેર સ્થિત વકીલ સંતોષ દુબેની ફરિયાદ પર મુલુંડ પોલીસ સ્ટેશનમાં પ્રથમ માહિતી અહેવાલ (FIR) નોંધવામાં આવ્યો હતો. (Mumbai Police File FIR Against Bollywood lyricist Javed Akhtar )

  • ગયા મહિને અખ્તરને એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આરએસએસ વિરુદ્ધ ખોટી અને બદનક્ષીજનક ટિપ્પણી કરી હતી. વકીલ સંતોષ દૂબેએ ગીતકારને કાનૂની નોટિસ મોકલી માફી માંગવા માંગ કરી હતી, પરંતુ જાવેદ અખ્તરે તેમ નહીં કરતા ગુનો દાખલ થયો

મુલુંડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, એફઆઇઆર ભારતીય દંડ સંહિતા કલમ 500 (માનહાનિ હેઠળ ​​સજા) હેઠળ નોંધવામાં આવી છે. વકીલે ગયા મહિને અખ્તરને એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આરએસએસ વિરુદ્ધ ખોટી અને બદનક્ષીજનક ટિપ્પણી કરવા બદલ અખ્તરને કાનૂની નોટિસ મોકલી હતી અને તેમને આ અંગે માફી માંગવા માંગ કરી હતી.

અખ્તરે (76) તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તાલિબાન અને હિન્દુ ઉગ્રવાદીઓ વચ્ચે સમાનતા દર્શાવી હતી. દુબેએ પોતાની નોટિસમાં દાવો કર્યો હતો કે, આવા નિવેદનો આપીને અખ્તરે આઇપીસી કલમ 499 (માનહાનિ) અને 500 (માનહાનિ હેઠળ ​​સજા) હેઠળ ગુનો કર્યો હતો.
વકીલે કહ્યું કે, મેં અગાઉ અખ્તરને કાનૂની નોટિસ મોકલી હતી અને તેમને તેમની ટિપ્પણી બદલ માફી માંગવા કહ્યું હતું. પરંતુ, તેઓ એમ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જેથી, હવે મારી ફરિયાદ પર તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

Most Popular

To Top