જૌનપુર (ઉત્તર પ્રદેશ): પોલીસે યુપીના (UP Police) જૌનપુરમાં બીજેપી નેતા પ્રમોદ યાદવની (Pramod Yadav) હત્યા કેસમાં સંડોવાયેલા બે શૂટરોનું એનકાઉન્ટર કર્યુ છે. તેમજ એન્કાઉન્ટર (Encounter) બાદ બંનેની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. તેમજ એન્કાઉન્ટરમાં (Encounter) એક શૂટરને પગમાં ગોળી વાગી હતી. જ્યારે પોલીસે મુખ્ય આરોપી વિજય યાદવની ધરપકડ કરી લીધી છે.
અગાઉ 7 માર્ચની સવારે થાના પોલીસ સ્ટેશન વિસ્તારના બોધાપુર ટર્ન ઉપર બાઇક સવાર બદમાશોએ બીજેપી નેતા પ્રમોદ યાદવની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે બીજેપી નેતા પોતાની બ્રેઝા કારમાં જૌનપુર જવા નીકળ્યા હતા. ગોળી વાગ્યા બાદ ગામના લોકો તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે પ્રમોદ યાદવને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાએ જૌનપુરથી લખનૌ સુધી હલચલ મચાવી દીધી હતી. તેમજ ભાજપના મોટા નેતાઓ મૃતક પ્રમોદ યાદવના ઘરે પહોંચ્યા હતા.
એન્કાઉન્ટર બાદ શૂટરની ધરપકડ
પોલીસે જણાવ્યું હતું કે સિકરારા, મડિયાહુન અને બક્સા પોલીસ સ્ટેશનોની સંયુક્ત પોલીસ ટીમે સફળતાપૂર્વક હત્યાના કેસનો પર્દાફાશ કર્યો હતો અને આ કેસમાં વોન્ટેડ આરોપીઓની એન્કાઉન્ટરમાં ધરપકડ કરી હતી. આ દરમિયાન એક શૂટરને પગમાં ગોળી વાગી હતી. તેમજ બદમાશોના કબજામાંથી દેશી બનાવટની 32 બોરની પિસ્તોલ, ચાર જીવતા કારતૂસ, એક ખાલી કારતૂસ, 4 મોબાઈલ અને 2 સ્કોર્પિયો મળી આવી છે.
પોલીસને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપીઓ ગુલઝારગંજથી કાથાર માલસીલ તિરાહા થઈને મડિયાહુ તરફ જઈ રહ્યા છે. જેના આધારે કથાર રોડ પર ચેકીંગ હાથ ધરાયું હતું. દરમિયાનન એક કાળઅરંગની સ્કોર્પિયોગાડી આવતી દેખાયી. જ્યારે કારને રોકવાનો સંકેત આપવામાં આવ્યો, ત્યારે આરોપીઓ ત્યાંથી ભાગવા લાગ્યા અને ભાગતા સમયે ફાયરિંગ શરૂ કર્યું.
પોલીસે તરત જ તેમનો પીછો કર્યો અને સ્વબચાવમાં ગોળીબાર કર્યો. જેમાં કારમાંથી ભાગી રહેલા આરોપી સચિન યાદવ ઉર્ફે દેવાને ગોળી વાગી હતી. ત્યાર બાદ બીજા આરોપી ચંદ્રશેખર યાદવની પણ ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા બંને આરોપીઓ લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
પ્રમોદ યાદવના ભત્રીજાએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે તેમના કાકા પ્રમોદ યાદવ હાલના ગામના પ્રધાન રાધા યાદવના પતિ વિજય યાદવ દ્વારા ગ્રામસભાના વહીવટમાં કરવામાં આવતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારનો વિરોધ કરી રહ્યા હતા. તેમજ અગાઉ વિજય યાદવ ગામમાં પાણીની ટાંકી પોતાની મનપસંદ જગ્યાએ બનાવવા માંગતા હતા. પરંતુ તેમના કાકા પ્રમોદ યાદવે સરકાર માન્ય જમીન ઉપર જ પાણીની ટાંકી બનાવડાવી હતી. જેના કારણે રોષે ભરાયેલા વિજય યાદવે જ પ્રમોદ યાદવનું ખુન કરાવ્યું હોવાની સંભાવના છે. તેમજ આ નિવેદન બાદ પોલીસે વિજય યાદવને પહેલાં જ પોતાની કસ્ટડીમાં લઇ લીધા હતા.