કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ થઈ જાય ત્યાર બાદ ન્યાત-જાત, ઊંચ-નીચ કશું જ દેખાતું નથી. પ્રેમમાં પાગલ પ્રેમીપંખીડાઓ પોતાના પ્રેમને તેના લક્ષ્ય સુધી પહોંચાડવા માટે કોઈ પણ હદ પાર કરી શકે છે. આવો જ એક કિસ્સો બન્યો છે જાપાનમાં. અહીંની રાજકુમારીએ પોતાના ગરીબ પ્રેમી સાથે લગ્ન કરવા માટે કરોડો રૂપિયાની દૌલત એક પળમાં છોડી દીધી છે.
જાપાનની રાજકુમારી માકો એક સામાન્ય યુવક સાથે લગ્ન કરવા જઈ રહી છે. (japanese princess left millions of dollars to marry her college boyfriend after years-of controversy) રાજઘરાનામાં જ લગ્ન કરવાની પરંપરાને રાજકુમારી તોડવા જઈ રહી છે. પ્રેમ પર વિશ્વાસ રાખનારાઓ માટે રાજકુમારી એક ઉદાહરણ બનવા જઈ રહી છે. વાત એમ છે કે રાજકુમારી માકો તેની સાથે કોલેજમાં ભણતા એક યુવક સાથે લગ્ન કરવા માંગે છે અને તે માટે રાજકુમારીએ ખૂબ મોટી કિંમત ચૂકવવી પડી છે. જેના માટે તે હસતા મોંઢે તૈયાર થઈ ગઈ છે.
માકો જાપાનના પૂર્વ રાજા અકિહિતોની પૌત્રી છે. તેની ઉંમર 29 વર્ષ છે. વર્ષ 2017માં માકોએ પોતાના મિત્ર કોમુરો સાથે સગાઈ કરી હતી. કોમુરો મધ્યમવર્ગીય પરિવારથી આવે છે. રાજકુમારી સાથે સંબંધ મુદ્દે કોમુરોના પરિવારમાં વિવાદ થયો હતો, જેના લીધે ચાર વર્ષથી લગ્ન થઈ શક્યા નહોતા. જોકે હવે બંને ઓક્ટોબર મહિનામાં પવિત્ર લગ્ન બંધનમાં બંધાય તેવી માહિતી મળી છે.
નોંધનીય છે કે સામાન્ય ગરીબ યુવક સાથે લગ્ન કરવાના સંજોગોમાં માર્કોની રાજકુમારીની ઉપાધિ સમાપ્ત થઈ જશે. તે લગ્ન બાદ રાજકુમારી રહી જશે નહીં. નિયમ અનુસાર આ દરજ્જો પૂરો થતાં અંદાજે 1 મિલીયન ડોલર્સ લગભગ 8 કરોડ રૂપિયાનું વળતર મળવાનું હતું, પરંતુ તેના મંગેતરને લઈને ઉભો થયેલો વિવાદ અને ચારેકોરથી થઈ રહેલી આલોચનાઓના લીધે માર્કોએ 8 કરોડ નહીં લેવાનો નિર્ણય લીધો છે.
માર્કોના આ નિર્ણયનું જાપાનની સરકારે સમર્થન કર્યું છે. જાપાની મિડીયા અનુસાર લગ્ન પછી આ યુગલ અમેરિકામાં સેટ થઈ શકે છે. નોંધનીય છે કે, માર્કો અને કોમુરો કોલેજમાં સાથે ભણતા હતા. કોમુરો અમેરિકાની એક લૉ કંપનીમાં કામ કરે છે. કોમુરોને વર્ષ 2013માં માર્કોએ પ્રપોઝ કર્યું હતું.
રાજકુમારી માર્કોએ રિલેશનના પ્રારંભિક તબક્કામાં પોતાના સંબંધને છુપાવ્યો હતો. તેઓએ બ્રિટેનમાં અભ્યાસ પૂરો કર્યા બાદ 2017માં પોતાના પ્રેમસંબંધને જાહેર કર્યો હતો. આ સાથે જ માર્કો પોતે સામાન્ય યુવક સાથે લગ્ન કરવાની હોવાની પણ જાહેરાત કરી હતી. લાંબા વિવાદ બાદ જાપાનના ક્રાઉન પ્રિન્સેસે માર્કોને લગ્ન કરવાની મંજૂરી આપી હતી.
માર્કોના પિતાએ પોતાની દીકરાના નિર્ણયને સન્માન આપતા કહ્યું કે તે પોતાના જીવનના નિર્ણયો લેવા માટે પૂરી રીતે સ્વતંત્ર છે. ઉલ્લેખનીય છે કે જાપાનમાં કોઈ સામાન્ય નાગરિક સાથે લગ્ન કર્યા બાદ મહિલા અથવા પુરુષનો શાહી દરજ્જો સમાપ્ત થઈ જાય છે. પરંતુ માર્કોએ પ્રેમીને પામવા માટે પોતાના શાહી દરજ્જાની પરવાહ કરી નથી. પ્યાર હો તો ઐસા.!