જાંબુઘોડા: જાંબુઘોડા પંથકમાં ગઈકાલે સાંજના સાત થી રાતના બાર સુધીમાં 16 ઇંચ જેટલો વરસાદ ગઈ કાલે સાંજના સાત વાગ્યા ના સમય થી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા રાતના લગભગ એક વાગ્યા સુધી માં 17 ઇંચ જેટલો વરસાદ વરસતા જળ બંબા કાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા પંથકમાં ગઈકાલે સાંજના સાત કલાકથી રાતના 1:00 વાગ્યા સુધીમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જાંબુઘોડા સહીત અનેક ગામડાઓ માં પાણી ભરાય જવાના બનાવો બનીયા હતા જેમા જાંબુઘોડા ગામમાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સરૂઆત થતાં જ જાંબુઘોડા યુવા સરપંચ જીત કુમાર દેસાઈ થતાં જિલ્લા ભાજપ મહામંત્રી મયંક કુમાર દેસાઈ બનાવ સ્થળે પહોંચી જેસીબી ની મદદ થી નીચાણ વાળા વિસ્તારોમાં ભરાય લા પાણી ને નિકાલ કરવા માટે વરસતા વરસાદમાં પાણી ના નિકાલ ની કામ ગિરિ કરવામા આવી હતી.
જયારે આજ રોજ જાંબુઘોડા તાલુકાના અનેક ગામડાઓ માં વધુ પડતાં વરસાદ ના કારણે જે વ્યકિત ઓ નાં ઘરો માં પાણી ભરાય ગયા હતા તે ઓ ને મયંક કુમાર દેસાઈ તરફની અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જાંબુઘોડા બોડેલી હાઇવે ઉપર આવેલ ખાખરીયા ગામ પાસેના નાડા ઉપર બંને બાજુ ભૂવા પડતાં નાડા ને ભારે નુકસાન થતાં જાંબુઘોડા પોલીસે બોડેલી તરફ જતો NH કોઈ જાણ હાની ન થાય તે માટે બંધ કરાવ્યો હતો જેના પગલે રોડ ની સામ સામે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
સવાર પડતા નાડા ઉપર નો તાગ મેળવી વાહનોની અવરજવર ટૂંક સમય માટે સરું કરવામા આવી હતી. જ્યારે નાડા નીચે થી અવિરત પણે વહી રહેલાં પાણી થી નાડા ને વધારે નુકસાન થતાં અને જોખમી બનતા તંત્ર દ્વારા જાંબુઘોડા બોડેલી NH ને બંધ કરાવવામાં આવ્યો હતો જેના પગલે વાહન ચાલકોને બોડેલી છોટા ઉદેપુર તરફ જવા માટે ઉચાપાન જેતપુર થય બોડેલી છોટા ઉદેપુર જવાનું ડાઇવર ઝન આપવામાં આવ્યું હતું રાત્રિ ના સમયે વધું પડતા વરસાદ નાં કારણે નારૂકોટ તથા ખાખરીયા NH ઉપર વૃક્ષો ધરાશાઈ થતા જાંબુઘોડા સરપંચ જીત કુમાર દેસાઈ એ તાત્કાલિક જેસીબી ની મદદ થી રસ્તા ઉપર પડેલા વૃક્ષો ને દુર કરી રસ્તો સરું કરવામા આવ્યું હતું.
ગોધરામાં 11 ઇંચથી વધુ વરસાદ તૂટી પડતા નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા
ગોધરા: ગોધરામાં સોમ અને મંગળ વારની સવાર સુધીમાં 11 ઇંચથી વધુ વરસાદ થતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલ્લભ પાર્ક, ભુરાવાવ વિસ્તારની અનેક સોસાયટી તેમજ બામરોલી રોડ ની ગાયત્રી બે મા પાણી ફરી વળતા ત્યાના રહીશો ચિંતિત થયા હતા. મેશરી નદી બે કાંઠે વહેતા કિનારે રહેતા લોકો ઊંચાઈ વાળી જગ્યાએ સ્થળાંતર કરી લીધુ હતુ.ગોધરા મા પાછલા બે દિવસથી મેઘરાજા મલકાતા શહેરીજનો ને ચોમાસા ની ઋત્રું નો અહેસાસ થયો હતો. સોમવાર ની રાત્રિ એ મેઘરાજા એ તાંડવ કરતા રસ્તા ઉપર નદીની જેમ પાણી વહી રહયુ હતુ.શહેર ના ભુરાવાવ,શહેરા ભાગોળ , અંકલેશ્વર મહાદેવ રોડ , પ્રભાકુંજ સોસાયટી સહિત કોમ્પલેક્ષ મા પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વરસાદ થવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પાલિકા ની પ્રિ મોન્સુન ની કામગીરીની પોલ ખુલી જવા પામી હતી.જ્યારે પાલિકા દ્વારા કાગળ પર પ્રિ મોન્સુન ની કામગીરી કરવામાં આવી હોવાની ચર્ચાઓ નો દોર નગરજનો મા થઈ રહ્યો હતો.જ્યારે મેશરી નદીમાં પણ સારી એવી પાણી ની આવક થતા નદી બે કાંઠે વહેતી થવા સાથે પાણી નો પ્રવાહ સતત વધી રહ્યો હતો. નદીમાં વધતા પ્રવાહ ને લઈને તેમજ ભારે વરસાદ શરૂ હોવાથી નદી કિનારે રહેતા અમુક લોકો પરિસ્થિત ને જોતા ઘર છોડી ને નીકળી ગયા હતા. પાનમ વર્તુળ મા ફરજ બજાવતા મદદનીશ ઇજનેર વી.વી. શર્મા એ પોતાના નિવાસ સ્થાને મહિલા અને બાળકોને આશરો આપ્યો હતો તેમજ અન્ય લોકો ઊંચાણ વાળા વિસ્તારમાં સ્થળાંતર કરી લીધું હતુ. જિલ્લા પ્રશાસન પણ એલર્ટ મોડ પર હોવા સાથે શહેર વિસ્તારની પરિસ્થિતિ પર બાજ નજર રાખવા આવી રહી હતી. જોકે મેહુલિયો મન ભરીને વરસતા બે દિવસમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હોવાથી જિલ્લા કલેકટર ઓફિસની બહાર તેમજ નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાઈ ગયા હતા.