National

માતા વૈષ્ણોદેવીના તીર્થયાત્રીઓની બસમાં ભીષણ આગ: 4ના મોત, 22 લોકો ઘાયલ

જમ્મુ: જમ્મુમાં (Jammu) શુક્રવારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. કટરાથી જમ્મુ આવી રહેલી બસમાં (Bus) શંકાસ્પદ સંજોગોમાં આગ (Fire) લાગી હતી. આ અકસ્માતમાં આશરે 4 મુસાફરોના મોત (Daeth) થયા અને લગભગ 22 લોકો દાઝી ગયા હતા. આ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. એડીજીપી જમ્મુએ જણાવ્યું કે આ દુર્ઘટના કટરાથી લગભગ 1.5 કિમી દૂર ખરમાલ પાસે થઈ હતી.

  • માતા વૈષ્ણોદેવીના તીર્થયાત્રીઓની બસમાં આગ લાગી
  • 4 મુસાફરોના મોત અને લગભગ 22 લોકો દાઝી ગયા
  • ઘાયલોને આર્થિક અને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે: મંત્રી જિતેન્દ્ર સિંહ

મળતી માહિતી મુજબ કટરાથી આવી રહેલી માતા વૈષ્ણોદેવીના તીર્થયાત્રીઓની બસમાં શુક્રવારે આગ લાગી હતી. બસ કટરાથી જમ્મુ જઈ રહી હતી. આ ઘટના કટરાથી લગભગ 3 કિલોમીટર દૂર નોમાઈ પાસે બની હતી. આ અકસ્માતમાં ચાર પ્રવાસીઓના મોત થયા હતા અને 22 લોકો દાઝી ગયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. આ દરમિયાન ફાયરની ટીમે બસની આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

એન્જિનમાં આગ લાગતા અકસ્માત
એડીજીપી જમ્મુએ જણાવ્યું કે આ દુર્ઘટના કટરાથી લગભગ 1.5 કિમી દૂર ખરમાલ પાસે થઈ હતી. બસ કટરાથી જમ્મુ જઈ રહી હતી. પ્રાથમિક માહિતી મુજબ બસના એન્જિનમાં આગ ફાટી નીકળી હતી જેણે થોડી જ વારમાં આખી બસને લપેટમાં લીધી હતી.

કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કર્યુ ટ્વીટ
આ બાબતે કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે ટ્વીટ કરીને માહિતી આપી કે કટરામાં બસ દુર્ઘટનાની જાણકારી મળતાં જ તેમણે રિયાસીના ડેપ્યુટી કમિશનર બબીલા રખવાલ સાથે વાત કરી. અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે અને ઘાયલોને નારાયણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મંત્રી જિતેન્દ્ર સિંહે ટ્વિટમાં લખ્યું છે કે ઘાયલોને આર્થિક સાથે શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે.

Most Popular

To Top