ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીર ઇત્તેહાદુલ મુસ્લિમીનને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે અને આગામી પાંચ વર્ષ માટે તાત્કાલિક અસરથી તેના પર પ્રતિબંધ મૂક્યો છે. મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે આ સંગઠન ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે જે દેશની એકતા, સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે હાનિકારક છે.
ગૃહ મંત્રાલયે જારી કરેલા એક આદેશમાં કહ્યું કે JKIM દેશ વિરુદ્ધ કામ કરી રહ્યું છે અને તેના કાર્યો રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે. આ અંતર્ગત સંગઠનની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જો તેના સભ્યો અથવા સહયોગીઓ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા જોવા મળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ નિર્ણય બાદ જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં સુરક્ષા દળોને સંગઠન વિરુદ્ધ કાર્યવાહી વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયના આ નિર્ણયને દેશભરમાં સુરક્ષા બાબતોના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે જે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાના રક્ષણ માટે જરૂરી પગલું છે.
