આણંદ: આઝાદી અમૃત મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો સરકાર દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યા છે. આ ઉજવણી સાથે સાથે દાંડી કૂચની ૯૧મી વરસીનુ પણ ઉજવણીનુ આયોજન હોવાથી દાંડી યાત્રા યોજાઈ છે.
આણંદ જિલ્લામાંથી દાંડી માર્ગે પગપાળા ચાલતા યાત્રિકોને બોરસદ સુર્ય મંદિરથી જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજભાઈ સિન્હાના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. યાત્રિકોને પ્રસ્થાન સમયે સંબોધિત કરીને પ્રોત્સાહન આપ્યું હતું તેમજ દાંડી કૂચની ૯૧મી વરસીની ઉજવણીમાં સામેલ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
યાત્રિકો સાથે ઉપરાજ્યપાલ મનોજભાઈ સિન્હા ઐતહાસિક સ્થળોની મુલાકાત માટે પદયાત્રા દ્વારા પહોંચવા પ્રયાણ કર્યું હતું. મહાત્મા ગાંધીજી એ જે ઝરૂખા પરથી દાંડી કૂચ સમયે સંબોધન કર્યું હતું. તે સ્થળે પહોંચી પુષ્પમાળા અર્પણ કરી હતી. ત્યારબાદ યાત્રિકો રાસ ગામના દાંડી માર્ગે પગપાળા નિકળ્યા હતા.
આજના આઠમા દિવસે દાંડી યાત્રિકો સાથે આણંદ જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, મહામંત્રી રમણભાઈ સોલંકી, ખંભાત માજી ધારાસભ્ય સંજયભાઈ પટેલ, બોરસદ નગરપાલિકા પ્રમુખ આરતીબેન પટેલ, ડીસી પટેલ, સહિત આસપાસના ગામોના લોકો મોટીસંખ્યામાં જોડાયા છે.