Madhya Gujarat

સાબરકાંઠાનું જમીર હવે પેરિસમાં દેખાશે સાયકલીસ્ટ નીલ પટેલ પેરીસમાં યોજાનાર રેસમાં ભાગ લેશે

  અરવલ્લી: સાહસ વિના સિધ્ધી નહિ એ વાતને સાર્થક કરી બતાવી છે. હિંમતનગરના યુવાન સાયકલીસ્ટ નીલ પટેલે માત્ર ૩૯ કલાકમાં ૬૦૦ કિલોમીટરની રેસ પુર્ણ કરીને સુપર રેંડોનયરનુ ટાઈટલ પર કબ્જો જમાવ્યો છે. હવે પેરિસ ખાતે યોજાનાર રેસમાં ભાગ લઈને સમગ્ર ભારતદેશનુ નામ રોશન કરવાની તૈયારી કરી રહ્યો છે.  સમગ્ર વિશ્વમાં  હિંમતનગર સહીત દેશનું નામ રોશન કરવા તડામાર તૈયારીઓ આદરી દીધી છે.

હિંમતનગરનો ૨૧ વર્ષીય યુવાન નીલ પટેલ હાલ સીવીલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે. તંદુરસ્ત અને નિરોગી શરીર માટે નીલ પટેલ સાયક્લિંગ શરુ કર્યું હતું. ધીરે ધીરે દરરોજ ૩૦ કિલોમીટર સુધી સાયકલ ચલાવતા ચલાવતા સાયકલિંગ રેસમાં જંપલાવવાનો નિર્ણય લીધા બાદ દરરોજની આકરી મહેનત પછી અમદાવાદથી હિંમતનગર સુધી ૭૭ કીમીનુ અંતર પૂર્ણ કર્યા બાદ ઉસ્તાહમાં વધારો થવાની સાથે તેના બે મિત્રોની મદદથી 100 કીમી અંતર કાપ્યા બાદ  200, 300, 400 અને છેલ્લે 600 કીમીનુ અંતર કાપીને સુપર રેંડોનંયરનુ ટાઈટલ મેળવીને અનોખી સીધ્ધી હાસલ કરી છે. નીલ પટેલે પરિવાર તથા સમાજનું નામ રોશન કર્યુ છે.

હિંમતનગરના ટુ ગેધર ક્લબ ઔડેક્સ ઈન્ડીયા અંતર્ગત યોજાયેલી 600 કીમીની કઠીન સ્પર્ધા માત્ર 39 કલાકમાં પુર્ણ કરી હતી. નીલને આગળ વધવા માટે તેમની માતાનુ પુર્ણ યોગદાન મળી રહ્યુ છે અને જેને લઈને પુત્રની શાળસંભાર રાખવા માટે માતા વહેલી ઉઠી જાય અને પોતાના ઘરનુ જ અને ઓર્ગેનિક ભોજન જ આપે છે.નીલ કોઈપણ સાઈકલ રેસમાં જાય ત્યા માતા પોતાના હાથનુ જમવાનુ બનાવીને જ આપે છે તેથી જ નીલ આગળ વધ્યો છે.

નીલ પટેલને સાયકલિંગના શોખ હોવાના કારણે સાયકલીસ્ટ નીલ રોજના 5 કિમી સાયકલિંગ કરતાં હતા પરંતુ હિંમતનગરના મેહુભાઈ જોશીના સાનિધ્યમાં સાયકલિંગ ક્ષેત્રે 5 કિલોમીટરથી 600 કિલોમીટરની સ્પર્ધા પૂર્ણ કરવા હેતું ટ્રેનિંગ ચાલુ કરી રોજના 3 કલાક ટ્રેનિંગમાં 50 કિલોમીટર સાયકલિંગ કરતો હતો તો રવિવારના દિવસે 100 કિલોમીટરની રાઈડ કરતાં હતા. હવે નીલનું એક સ્વપ્ન છે કે તે સમગ્ર ભારત દેશનુ નામ રોશન કરવા માંગે છે અને તેના માટે તે તૈયારી કરી રહ્યો છે. ટુંક સમયમાં યોજનાર પેરિસ ખાતેની રેસમાં ભાગ લેવા જઈ રહ્યો છે જ્યા 1200 કીમીની રેસમાં ભાગ લઈને દેશનુ અને પરિવારનુ નામ રોશન કરશે તેવો વિશ્ર્વાસ દાખવ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top