ભરૂચ, જંબુસર : જંબુસર તાલુકામાં (Jambusar Taluk) વેડચ ગામે(ભરૂચ, જંબુસર : જંબુસર તાલુકામા વેડચ ગામે( Vedach village) વિધવા મહિલાના (widow woman)ઘરમાં મધરાત્રે ગામનો જ એક શખ્સ ઘૂસી આવ્યો હતો ને ‘તું અમારી સાથે કેમ બોલતી નથી’ તેવુ કહી તિક્ષ્ણ હથિયારથી નિર્દયતાથી વિધવાનું ગળું કાપી નાખી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી .હત્યા (murder)ને પગલે ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.હત્યાના બનાવને લઇ પોલીસ પણ ઘટના સથળે દોડી આંબી હતી.
વિજય જાધવને ઉર્મિલા તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો
ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર વેડચ ગામે વેરાઈમાતા મંદિર સામે આવેલી નવીનગરીમાં બે સંતાનો સાથે રહેતી ૪૧ વર્ષીય વિધવા ઉર્મિલાબેન મહેન્દ્રસિંહ જાદવ મધ્યરાત્રે સૂતેલી હતી ત્યારે અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં નવીનગરીમાં રહેતો વિજય પ્રતાપભાઈ જાદવે પાછળના દરવાજેથી તેના ઘરમાં પ્રવેશી નિંદ્રામાંથી જગાડીને ઉર્મિલાબેનને કહેવા લાગ્યો કે ‘મારી સાથે કેમ બોલતી નથી.?’ ઉર્મિલા તરફથી કોઈ પણ પ્રકારનો પરિસદ ના મળતા વિજય ખુબ આવેશમાં આવી ગયો હતો.અને ત્યારબાદ તે તેની સાથે આવેલ તિક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગમાં ઘા ઝીંકી ઉર્મિલાબેનને મોતને ઘાટ ઉતારી દીધી હતી.હત્યાની વાત ગામમાં ફેલાઈ જતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
બાળકો જાગી જતા હત્યારો ભાગી ગયો હતો
આખો ઘટનાક્રમ ઘટ્યો ત્યારે મૃતકની ઉર્મિલાની પુત્રી અને તેણીનો પુત્ર જાગી ગયા હતા.બનેએ ઘરમાં બુમાબુમ કરી મૂકી હતી જેથી વિજય જાદવ નાસી છૂટ્યો હતો. માતાનું મોત થતાં બંને બાળકો નિરાધાર બની ગયા છે. હત્યાની ઘટનાની જાણ સ્થાનિક ગામવાસીઓએ પોલીસને કરી હતી. બનાવના પગલે વેડચ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે હત્યારા વિજય જાદવ સામે હત્યાનો ગુનો નોંધીને દબોચી લેવા ચક્રોગતિમાન કર્યા છે.