ભરૂચ, જંબુસર: જંબુસર (Jambusar) તાલુકાના દરિયાઈ કાંઠે આવેલા સારોદ ગામે કથીતપણે VECL કંપનીના પ્રદૂષિત પાણીથી (Polluted Water) માછલીઓ મૃત પામતાં દેવીપૂજક સમાજના માછીમારોને (Fishermen) બેરોજગાર (Unemployed) થવાનો વારો આવ્યો છે. દરિયાઈ પટ્ટી સારોદની નવી વસાહતમાં વસેલા દેવીપૂજક સમાજના લોકો માછીમારીનો ધંધો કરી પોતાના પરિવારનું જીવનનિર્વાહ ચલાવે છે. તેઓ વહેલી સવારે સાગર ખેડીને માછલીઓ પકડી રોજિંદો વ્યવસાય કરતા હોય છે. જો કે, સારોદમાં VECL કંપનીઓનું પ્રદૂષિત પાણી કઠિતપણે દરિયામાં છોડવામાં આવતાં માછલીઓનું નિકંદન નીકળી રહ્યું છે. જેને લઈને માછીમારી કરનારા દેવીપૂજકના ૧૦૦ જેટલા ધંધા ચોપટ થઇ જતાં આજે બેરોજગાર બની નિરાધાર બન્યા છે.
દરિયાઈ પટ્ટી પર માછીમારીનો ધંધો મરણ પથારીએ
ક્યારેક માછલી પકડવા જતા માછીમારોને આજે પણ પ્રદૂષિત પાણીને લઈને ચામડી પર ખંજવાળ આવતાં જિંદગી જાણે નિરર્થક બની ગઈ છે. આ કંપની દ્વારા બનાવાયેલી કેનાલો પણ જર્જરિત બનતાં તેનાં ઢાંકણો પણ તૂટી જતા દેખાઈ આવે છે. ક્યારેક ધરતીપુત્રોને પણ પશુધન લઇ જવા કે ઘાસચારો લેવામાં ખુલ્લી કેનાલમાં પડવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને અમાસ કે પૂનમની ભરતી આવે ત્યારે પ્રદૂષિત પાણી દરિયામાં છોડવામાં આવે છે. જો કે, VECL દ્વારા સતત ૨૪ કલાક દરિયામાં આ પ્રદૂષિત પાણી છોડાય છે. દરિયાઈ પટ્ટી પર માછીમારીનો ધંધો મરણ પથારીએ છે. આ પ્રશ્નનો વહેલો ઉકેલ આવવો જોઈએ એવો બેરોજગાર થયેલા માછીમારોએ આક્ષેપ કર્યો હતો.
આ પ્રશ્ન માટે સારોદ દરિયાઈ કાંઠે ગ્રામ પંચાયતના સરપંચ સરસ્વતીબેન ધર્મેન્દ્રસિંહ સિંધા, અગ્રણીઓ અને દેવીપૂજક સમાજના માછીમારોએ જણાવ્યું હતું કે, કોઈ પ્રશ્નનો ઉકેલ ન આવે તો ભવિષ્યમાં નાછૂટકે પર્યાવરણ મુદ્દે NGTમાં લઇ જવાના પ્રયાસ કરીશું.
જમીન સંપાદનની તજવીજ સામે ખેડૂત ખાતેદારોનો આક્રોશ
ઝઘડિયા: રાષ્ટ્રીય ધોરી માર્ગને ચારમાર્ગીય કરવાના જાહેરનામા સામે નેત્રંગ તાલુકાના આદિવાસી અને નવી વસાહતનાં ૧૨થી વધુ ગામના ખેડૂતોએ ઝઘડિયા SDM સમક્ષ વાંધા અરજી આપી યોગ્ય વળતર માંગણી માટે રજૂઆત કરી છે. સાથે આદિવાસી વિસ્તારમાં આર્થિક ઉપાર્જનનું કેન્દ્ર ચાસવડ ડેરી તેમજ કસ્તુરબા સેવાશ્રમ ચાસવડની જમીનો આ ધોરી માર્ગમાં જાય છે. આ સાથે ખેડૂતોની મહામૂલી જમીન જતી હોવાથી તદ્દન ઓછા ભાવે લેતા હોવાથી વાંધો ઊભો કર્યો છે.