ભરૂચ : જંબુસર (Jambusar) વિધાનસભા મત વિસ્તારમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યાં છે. જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર (Election Campaign) માટે આવી રહ્યા છે સોમવારે બપોરે બે કલાકે જંબુસરમાં જાહેર સભા યોજાવાની છે જાહેર સભામાં કોઈ અનિચ્છય બનાવ ન બને અને તકેદારીના ભાગરૂપે રવિવારે જંબુસર શહેરમાં બીએસએફના જવાનો દ્વારા ફૂટમાર્ચ કરવાં આવ્યું હતું..ગુજરાત ભરમાં ચૂંટણીને લઇ વિવિધ પક્ષો દ્વારા સભા સરઘસ અને ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં એક જ મહિનામાં બીજી વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંબુસર ના કલક નજીક જનમેદનીને સંબોધન કરવાના છે.
કેન્દ્રીય અમિત શાહે કહ્યું કે આદિવાસી સમાજ માટે ભાજપે અગણિત કામો કાર્ય છે
ભરૂચ: નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની બેઠક માટે ભાજપે ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની જાહેર સભા રાખવામાં આવી હતી. ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ પર જાહેરસભામાં અમિત શાહે આદિવાસીની કુળદેવી દેવમોગરા માતા અને રાજપીપળાના હરસિદ્ધિ માતાને યાદ કરીને ડેડિયાપાડા તેમજ રાજપીપળાની બંને બેઠક ભાજપમાં જમા કરવાનો રણટંકાર કર્યો હતો. સમગ્ર આદિવાસી સમાજને અગણિત ભાજપ સરકારે કર્યા હોવાનો અનુરોધ કર્યો હતો.
રવિવારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પ્રચાર અર્થે આવ્યા હતા. વિશાળ જનમેદનીમાં અમિત શાહે જુના સંસ્મરણો યાદ કરીને જણાવ્યું હતું.
જ્યાં સુધી નજર પહોચે ત્યાં સુધી ભગવી ટોપી અને ભગવા ખેસ
ભૂતકાળમાં ડેડિયાપાડા વિસ્તારમાં આવીને સંગઠન અને ચૂંટણીલક્ષી કામ કરતો હતો. ત્યારે ડેડિયાપાડા ચોકડી પર મંજુલાબેનની હોટલ પર ચા પીવાનો અવસર મળ્યો હતો. ભૂતકાળમાં ડેડિયાપાડા બાદ આજે હેલીકોપ્ટરમાંથી નીચે ઉતરતા જોયું તો આખા નગરમાં નવા બિલ્ડિંગો, સરકારી કચેરીઓ જોવા મળતા આનંદ થયો. આદિવાસી સમાજના લોકોને તમામ પ્રકારની ફેસિલિટી આપવા માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે. હું વર્ષોથી ડેડિયાપાડામાં આવું છું પણ આજે જે સભા થઇ એવી સભા મે કોઈ દિવસ જોઈ નથી. જ્યાં સુધી નજર પહોચે ત્યાં સુધી ભગવી ટોપી અને ભગવા ખેસ દેખાય છે. આખું ડેડિયાપાડા કેસરિયું બની ગયું છે.
અમિત શાહે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા
અમિત શાહે કોંગ્રેસ પાર્ટી પર આકરા તેવરમાં જણાવ્યું હતું કે છેલ્લા 32 વર્ષથી જેમીન સરકાર નથી એ કોંગ્રેસવાળા કહી રહ્યા છે અમારૂ કામ બોલે છે. કેન્દ્રમાં હજુ અમે હમણા આવીને ભાજપ સરકારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનો શિલાન્યાસ કરી દીધો છે. જે કામ 70 વર્ષમાં 370ની કલમ કોંગ્રેસે સાચવી રાખી એ અમે આવીને એકી ઝાટકે 370ની કલમ દુર કરી દીધી. દેશની સલામતી અને સુરક્ષા માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર કોઈ બાંધછોડ કરવા માંગતા નથી. દેશના દુશ્મન તત્વોને ઘરમાં ઘૂસીને માર્યા છે.કોંગ્રેસની છેલ્લી સરકારે આદિવાસીઓ માટે રૂ.1000 હજાર કરોડ ફાળવ્યું હતું. જયારે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે રૂ.1 લાખ કરોડનું બજેટ આદિવાસી માટે ફાળવ્યું છે.દેશના PM નરેન્દ્ર મોદીએ દેશના રાષ્ટ્રપતિ તરીકે આદિવાસી સમાજના દ્રોપદી મુર્મુને બનાવ્યા છે. ડેડિયાપાડા અને નાંદોદ બેઠક ભાજપ પ્રચંડ લીડથી વિજેતા બનવા માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો.