જાંબુઘોડા: જાંબુઘોડા માં આવેલી રાષ્ટ્રીયકૃત બેંક ઓફ બરોડા માં નિયમોનું પાલન કરવા માટે ગેટની બહાર માસ્ક પહેરીને અંદર આવવાના પોસ્ટર ચોંટાડવામાં આવ્યાં છે.
જ્યારે બેન્ક ની અંદર કામ કરતા કર્મચારીઓ માસ્ક વિના કામ ગીરી કરતા જોવા મળ્યા હતા જાંબુઘોડામાં રાષ્ટ્રીયકૃત બેંક ઓફ બરોડામાં જાંબુઘોડા તાલુકાના અનેક ગામડાઓમાંથી બેંકના કામકાજ અર્થે જાંબુઘોડામાં આવતા હોય છે.
અને બેંકમાં દરરોજની ભીડ એકઠી થતી હોય છે જ્યારે કોરોના મહામારીમાં તમામ પ્રજાને માસ્ક પહેરવાની ફરજ પડી હતી અને હાલ પણ ચાલુ જ છે ત્યારે જાંબુઘોડા બેંક.ઓફ.બરોડાના કર્મચારી વિના માસ્કે કામ કરતા હોય છે. શું આ નિયમ ફક્ત પ્રજા માટે જ હોય તેવું લાગી રહ્યું છે ગ્રાહકો સામે કડકાઇ કરવામાં આવે છે.
પરંતુ પોતે પાલન કરતા નથી. ઉલ્લેખનિય છે કે બેંક દ્વારા તેમની બ્રાંચની બહાર સિક્યુરિટીને બેસાડી આવનાર દરેક ગ્રાહકો માસ્ક પહેરીને આવે અને બધા અેક સાથે અદર આવે નહીં તેની તાકીદ કરતા હોય છે. પરંતુ પોતે કોઇ નિયમનું પાલન કરતા નથી.